ભાજપની સરકારે આદિવાસીઓને એક આગવી ઓળખ આપી છે: ભૂપેન્દ્ર પટેલ

[og_img]

  • વલસાડના કપરાડાથી વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલી કરી જનસભાને સંબોધન કર્યું
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિવાસીના વિકાસ કાર્યો જણાવ્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ દરેક રાજકીય પક્ષો સક્રીય થઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટીએ પણ તેનો પ્રચાર શરુ કર્યો છે. પ્રથમ પ્રચાર રેલી અને જાહેર સભા વલસાડ જિલ્લાના કપરાડાથી શરૂ કર્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા છે. ભૂપેન્દ્રભાઈ પટેલે જંગી સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભાજપે બધા સમાજોને સાથે રાખીને વિકાસકાર્યો કર્યા છે. ભાજપની સરકારે આદિવાસીઓને એક આગવી ઓળખ આપી છે. 1 લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી છે. આદિવાસીઓને ઘરે શિક્ષણ અને તબીબી સેવા મળે છે. છેવાડાના ગામ સુધી ઈન્ટરનેટ કનેક્શન અપાયુ છે. PM મોદીના નેતૃત્વમાં વિકાસે ગતી પકડી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાકા મકાનો આપ્યા છે. પીવાના અને સિંચાઈના પાણીની સુવિધાઓ પહોંચાડી છે. ઉમરગામથી અંબાજી સુધી 4 હજાર તળાવોનો વિકાસ કર્યો છે. ડુંગરાળ વિસ્તારમાં પાણી પહોંચાડાયું છે. પાણીનો વ્યય થતો રાજ્ય સરકારે અટકાવ્યો છે. પહેલાની સરકારોએ કોઈ વિકાસકાર્યો કર્યા નથી. વિકાસની યાત્રાને આગળ ધપાવવા સરકાર કટીબદ્ધ છે.