IAF સૂર્ય કિરણ એરોબેટીક ટીમ જામનગરના આકાશને ચકિત કરશે

[og_img]

  • જામનગરમાં વાયુસેના દ્વારા 2 દિવસ યોજાશે ડ્રાંઇવ ઈન એર શો ડિસ્પ્લે
  • IAFની SKAT ટીમ દ્વારા ખૂબ જ અદભૂત સ્ટન્ટ્સ દર્શાવવામાં આવશે
  • તા.11, 12ની સવારે બે સ્થળોએ ઉપસ્થિત રહેવા નાગરિકોને આમંત્રણ

ભારતીય વાયુસેના (IAF) ની “સૂર્ય કિરણ” એરોબેટિક ટીમ (SKAT) દ્વારા જામનગરમા આવતી 11 અને 12 નવેમ્બરના રોજ સવારે 9.30 કલાકે ડ્રાંઇવ ઈન એર શો ડિસ્પ્લે પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, કાર્યક્રમમા હોક Mk.132 એરક્રાફ્ટમાં SKAT સૂર્ય કીરણ ટીમ દ્વારા અદભૂત અને આકર્ષક કરતબો પ્રદર્શિત કરવામાં આવશે.

જામનગર શહેરના તમામ નાગરિકો માટે યોજાઈ રહેલા આ શોનુ ડિસ્પ્લે નિહાળવા વાયુ સેનાની સૂર્ય કિરણ ટિમ દ્વારા સ્વામિનારાયણ ફિઝિયોથેરાપી કોલેજ એરપોર્ટ રોડ અને ફૂડ ઝોન આદિનાથ પાર્ક પાસેના બે સ્થળો પર પ્રેક્ષકોને આમંત્રિત કરાયા છે. આ શો દરમિયાન શહેરના આમંત્રિત મહાનુભાવો માટે ખૂબ જ અદભૂત સ્ટન્ટ્સ દર્શાવવામાં આવશે. વેસ્ટ ઝોનના અતી મહત્વના ગણાતા વ્યુહાત્મક રીતે મોટો એર બેઝ ધરાવતા જામનગરના આંગણે એરફોર્સની સુર્ય કિરણ ટીમનું પ્રથમ વખત આગમન થઈ રહ્યું છે. શહેરીજનો અને ખાસ કરીને બાળકો માટે આ દુર્લભ અવસર ગણાય.