ભારતીય બોલરોની નબળી બોલિંગને કારણે પહેલી વન ડેમાં ભારતીય ક્રિકેટ ટીમને હારનો સામનો કરવો પડયો હતો. હવે ઓકલેન્ડથી 123 કિમી દૂર હેમિલ્ટનના મેદાન પર ભારતીય ક્રિકેટ ટીમ જીતવાના ઈરાદે જ ઉતરશે.

છબી ક્રેડિટ સ્ત્રોત: ફાઇલ ફોટો
27 નવેમ્બર, રવિવારના રોજ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે વન ડે સીરીઝની બીજી મેચ હેમિલ્ટનમાં રમશે. વન ડે સીરીઝની પહેલી મેચમાં હારનો સામનો કર્યા પછી ભારતીય ટીમ બીજી વન ડેમાં સીરીઝમાં વાપસી કરવા માટે ઉતરશે. પહેલી વન ડેમાં ટોમ લેથમે 145 રન અને કેપ્ટન કેન વિલિયમસનને 94 રન મારીને ન્યૂઝીલેન્ડની ટીમને 7 વિકેટથી જીતાડ્યુ હતુ. ભારતીય બોલરોની નબળી બોલિંગને કારણે પહેલી વન ડેમાં ભારતીય ક્રિકેટ ટીમને હારનો સામનો કરવો પડયો હતો. બસમાં બેસીને 123 કિમી દૂર હેમિલ્ટન પહોંચેલી ભારતીય ટીમ હવે મેદાન પર જીતવાના ઈરાદે જ ઉતરશે.
પહેલી વન ડેમાં શ્રેયસ અય્યરે 76 બોલમાં 80 રન બનાવ્યા હતા. પહેલી વન ડેમાં જે પણ ઉણપ કે ખામી ભારતીય ક્રિકેટ ટીમના પ્રદર્શનમાં રહી તેને સુધારીને બીજી વન ડેમાં ઉતવાની જરુર છે. શ્રેયસ અય્યરે જણાવ્યુ હતુ કે, ટીમ આ હારથી નિરાશ થઈને બેસી ન શકે અને ટીમે સકારાત્મક વિચાર સાથે આવનારી 2 મેચો રમવી પડશે.
ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઈ શકાશે મેચ….
1. ક્યારે રમાશે બીજી વન ડે મેચ ?
– 26 નવેમ્બર, રવિવાર
2. ક્યાં રમાશે મેચ ?
– હેમિલ્ટન સેડ્ડન પાર્ક
3. ક્યારે શરુ થશે બીજી વન ડે મેચ ?
– ટોસ સવારે 6.30 એ થશે, બીજી વન ડે સવારે 7 કલાકે શરુ થશે
4. બીજી વન ડેનું લાઈવ ટેલીકાસ્ટ ક્યા જોવા મળશે ?
– દૂરદરર્શન
5. બીજી વન ડે મેચની લાઈવ સ્ટ્રીમિંગ ?
– એમેઝોન પ્રાઈમ
હેમિલ્ટન પહોંચી ભારતીય ક્રિકેટ ટીમ
હેમિલ્ટન તરફથી હેલો 👋📍#TeamIndia | #NZvIND pic.twitter.com/AHskNav1Vm
— BCCI (@BCCI) નવેમ્બર 26, 2022
બીજી વન ડે માટે ભારતીય ક્રિકેટ ટીમ ફલાઈટથી નહીં પણ બસથી યાત્રા કરીને ઓકલેન્ડ પહોંચી હતી. 123 કિમીનો લાંબી યાત્રા તેમણે લગ્ઝરી બસમાં બેસીને જ પૂરી કરી હતી. બસમાંથી ઉતરતા જ તમામ ખેલાડીઓના ચહેરા પર ખુશી જોવા મળી રહી હતી. આ દરમિયાન અર્શદીપ સિંહ નાચતા પણ દેખાયો હતો. તેમના આગમન સાથે જ હોટલ પાસે ઉભા ફેન્સ તેમના ફેવરિટ ખેલાડીઓના ઓટોગ્રાફ અને ફોટો લેતા જોવા મળ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમને એવી ચિંતા છે કે બીજી વન ડેમાં પણ હેમિલ્ટનમાં વરસાદની અસર જોવા મળશે. ભારતીય ક્રિકેટ ટીમના ફેન્સને એ આશા છે કે ભારતીય ટીમ બીજી વન ડેમાં શાનદાર પ્રદર્શન કરીને ફરી સીરીઝમાં વાપસી કરશે.