Friday, November 25, 2022
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» Manushi Chillar કાળી સાડીમાં લુટી મહેફિલ, ચાહકોએ કહ્યું- દરેક લુક અનોખો છે
નવેમ્બર 25, 2022 | 8:42 A.M
TV9 ગુજરાતી | સંપાદિત: મીરા કણસાગરા
નવેમ્બર 25, 2022 | 8:42 A.M
‘સમ્રાટ પૃથ્વીરાજ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી માનુષી છિલ્લર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. અભિનેત્રી પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે.
ઈન્ડિયન બ્યૂટી માનુષીની સાડીમાં સુંદર સ્ટાઈલ જોઈને દરેક વ્યક્તિ તેના વખાણ કરી કહ્યા છે. કોઈપણ રીતે, અભિનેત્રી હંમેશા તેના દેખાવને લઈને ચર્ચામાં રહે છે.
તે જ સમયે, તેનો એથનિક લુક લોકોને ક્રેઝી કરવા માટે પૂરતો છે. માનુષીએ બ્લેક સાડી સાથે નેકલાઇન બ્લાઉઝ ગ્રેસફુલી પહેર્યુ હતું.
આ સાડીને સ્ટાઇલિશ ટચ આપવા માટે માનુષીએ કમર પર બ્લેક બેલ્ટ બાંધ્યો છે. આ સાથે તેણે હીરાનો હાર પણ પહેર્યો છે.
તમને જણાવી દઈએ કે, ઈન્સ્ટાગ્રામ પર પોતાનો અનોખો લુક શેર કરીને માનુષીએ લોકોની નજર પોતાની તરફ ખેંચી છે. ફેન્સ માટે આ તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ છે.