Sunday, November 27, 2022

વલસાડ જિલ્લામાં રાજકીય પક્ષોનો પ્રચંડ પ્રચાર, વધુને વધુ મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ | Massive campaigning by political parties in Valsad district, trying to reach out to more voters

વલસાડ44 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અપક્ષ ઉમેદવારો પ્રથમ ચરણના ચૂંટણી પ્રચારમાં ઉમેદવારો જોડાયા છે. વલસાડ જિલ્લામાં 1લી ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર છે. ત્યારે વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ચૂંટણીના પડઘમ શાંત થાય તે પૂર્વે તમામ ઉમેદવારો ચૂંટણીના પ્રચાર અને સભા તેમજ જન સંપર્ક યાત્રાની મેરેથોન દોડમાં લાગ્યા છે.

વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર તમામ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. આજે વલસાડ જિલ્લાની તમામ બેઠકો ઉપર કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો તેમના સમર્થકો અને કાર્યકરો સાથે જંગી બાઈક રેલી અને જનસંપર્ક કરીને શક્તિ પ્રદર્શન કરીને મતદારોને તેમની પાર્ટીના ઉમેદવાર તરફી વધુને વધુ મતદાન કરાવવા પ્રેરિત કરી રહ્યા છે.

આજે વલસાડ જિલ્લાની 5 બેઠકો ઉપર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા રેલી, રોડ શો કરી રહ્યા છે. પ્રથમ તબક્કાના મતદાનને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણીના પડઘમ પ્રથમ વખત મતદાનના 72 કલાક પૂર્વે ચૂંટણીના પડઘમ શાંત થનાર છે. ત્યારે ઉમેદવારો ગામ અને ફળિયામાં રહેતા મતદારો સુધી પહોંચવાના પ્રયાસો કરી રહ્યા છે.વલસાડની હાઈ પ્રોફાઈલ બેઠક ગણાતી પારડી વિધાનસભા બેઠક રાજ્ય નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ પારડી શહેરમાં ભવ્ય રોડ શો અને બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: