FIFA 2022 Spain vs costa rica match report : ફિફા વર્લ્ડકપ 2022ની 11મી મેચ આજે સ્પેન અને કોસ્ટા રિકા વચ્ચે રમાઈ હતી. આ મેચ ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી.

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter
ફિફા વર્લ્ડકપ 2022ની 11મી મેચ આજે સ્પેન અને કોસ્ટા રિકા વચ્ચે રમાઈ હતી. આ મેચ ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આજની આ રોમાંટક મેચમાં સ્પેનનો 7-0થી ભવ્ય વિજય થયો છે. જણાવી દઈએ કે વર્લ્ડ રેકિંગમાં સ્પેનની ટીમ 7માં સ્થાને છે. જ્યારે કોસ્ટા રિકાની ટીમ 31માં સ્થાને છે. સ્પેનની ટીમ 2016માં ફિફા વર્લ્ડકપની વિજેતા ટીમ છે.
જે ફિફા વર્લ્ડકપનીની રાહ છેલ્લા ઘણા સમયથી દુનિયાભરના ફૂટબોલ પ્રેમીઓ જોઈ રહ્યા હતા, તે ફિફા વર્લ્ડકપની ધમાકેદાર શરુઆત થઈ ગઈ છે. આખી દુનિયાના કતારમાં થયેલી ફિફા વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની જોઈને દંગ રહી ગઈ હતી. તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કતારના અલ બાયત સ્ટેડિયમમાં યોજાયેલી ઓપનિંગ સેરેમનીમાં દર્શકોનો ઉત્સાહ પણ જોવા જેવો હતો.
વર્લ્ડકપ ઈતિહાસમાં સ્પેનના 100 ગોલ પૂરા
સદીનો આંકડો 💯
તે સ્પેન માટે ધ્યેય #100 છે #FIFAWorldCup 🇪🇸#કતાર2022 | @SEFutbol pic.twitter.com/vrtDp88smk
— FIFA વર્લ્ડ કપ (@FIFAWorldCup) 23 નવેમ્બર, 2022
100 #FIFAWorldCup સ્પેન માટે ગોલ 💯
પરંતુ શું એન્ડ્રેસ ઇનીએસ્ટાએ તેમનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ સ્કોર કર્યો? #Bornbrave | @cryptocom pic.twitter.com/ONsTIxawZQ
— FIFA વર્લ્ડ કપ (@FIFAWorldCup) 23 નવેમ્બર, 2022
આ હતી સ્પેન અને કોસ્ટા રિકાની ટીમો
અમારી આગામી મેચ માટે લાઇન-અપ્સ 🇪🇸🇨🇷#FIFAWorldCup | #કતાર2022
— FIFA વર્લ્ડ કપ (@FIFAWorldCup) 23 નવેમ્બર, 2022
⏳ 🇪🇸🆚🇨🇷 ની રાહ લગભગ પૂરી થઈ ગઈ છે#FIFAWorldCup | #કતાર2022
— FIFA વર્લ્ડ કપ (@FIFAWorldCup) 23 નવેમ્બર, 2022
જવા માટે તૈયાર… #FIFAWorldCup | #કતાર2022 pic.twitter.com/zmKQIV0JU8
— FIFA વર્લ્ડ કપ (@FIFAWorldCup) 23 નવેમ્બર, 2022
ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરી છે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતર્યા છે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.