Monday, November 28, 2022

આફતાબને સુરતનો પેડલર ફૈઝલ મોમિન ડ્રગ્સ પહોંચાડતો હતો, તપાસ શરૂ | Surat peddler Faisal Momin used to deliver drugs to Aftab, investigation started Sharaddha murder case

  • Gujarati News
  • National
  • Surat Peddler Faisal Momin Used To Deliver Drugs To Aftab, Investigation Started Sharaddha Murder Case

6 મિનિટ પહેલા

શ્રદ્ધા મર્ડર કેસમાં હવે ગુજરાત કનેક્શન પણ સામે આવ્યું છે. આ પહેલાં પોલીસ તપાસમાં એવું સામે આવ્યું હતું કે, આફતાબ ડ્રગ્સ લેતો હોય તેવી શક્યતા છે. આફતાબ સાથે સંકળાયેલા ડ્રગ પેડલરની સુરતથી ધરપકડ. સૌથી ચોંકાવનારી વાતએ છે કે, ડ્રગ પેડલર સુરતનો હોવાનું બહાર આવ્યું છે. ડ્રગ પેડલર ફૈઝલ મોમીનની ધરપકડ કરવામાં આવી છે.

ફૈઝલ મોમીન આફતાબને ડ્રગ્સ પહોંચાડતો હતો તેવી વાત સામે આવી છે. ફૈઝલ મોમીનની કોલ રેકોર્ડની તપાસ કરવામાં આવશે. ફૈઝલ મોમીનની 4 દિવસ પહેલાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. પાંડેસર અને અમરોલીમાં 4 કરોડ ડ્રગમાં ફૈઝલની મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી. ફૈઝલ મોમીન હાલ સુરતની લાજપોર જેલમાં છે.

શ્રદ્ધાના ટૂકડાં ફ્રીજમાં હતા ત્યારે અન્ય ગર્લફ્રેન્ડને ડેટ કરતો હતો આફતાબ

શ્રદ્ધા હત્યા કેસમાં એક નવો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરોપી આફતાબે શ્રદ્ધાની હત્યા બાદ એક ડોક્ટરને ડેટ કરી હતી. તે આ છોકરીને ડેટિંગ એપ બમ્બલ દ્વારા મળ્યો હતો અને જ્યારે શ્રદ્ધાના શરીરના અંગો ફ્રિજમાં રાખવામાં આવ્યા હતા ત્યારે તેને તેના ઘરે આમંત્રણ આપ્યું હતું. દિલ્હી પોલીસે યુવતીની ઓળખ કરી લીધી છે. તે વ્યવસાયે સાઇકોલોજિસ્ટ છે. આફતાબ અને શ્રદ્ધા પણ બમ્બલ એપ પર મળ્યા હતા. ન્યૂઝ એજન્સી અનુસાર કોર્ટે આફતાબને 13 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. આ પહેલા આફતાબને આંબેડકર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેને હોસ્પિટલમાંથી જ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દિલ્હીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

જંગલમાંથી મળેલા હાડકા શ્રદ્ધાના
શ્રદ્ધા હત્યા કેસમાં આફતાબ સામે મહત્ત્વના પુરાવા મળ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફોરેન્સિક તપાસમાં સામે આવ્યું છે કે જંગલમાંથી મળેલાં હાડકાં શ્રદ્ધાનાં છે. તેનો ડીએનએ શ્રદ્ધાના પિતા સાથે મેચ થયો છે. હવે પોલીસ રિપોર્ટની રાહ જોઈ રહી છે. સ્પેશિયલ CP (લો એન્ડ ઓર્ડર) સાગર પ્રીત હુડ્ડાએ જણાવ્યું હતું કે DNA ટેસ્ટ રિપોર્ટ (પીડિતાના ભાગોનો) હજુ સુધી મળ્યો નથી.

અહીં શ્રદ્ઘાના પિતા વિકાસ વાલકરે CBI તપાસની માગ કરી છે. એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું – આફતાબ હજુ પણ પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો છે અને આ કેસમાં સીબીઆઈ તપાસ થવી જોઈએ. તે શ્રદ્ધાને સતત બ્લેકમેઇલ કરતો હતો અને તેને ધમકીઓ પણ આપતો હતો. શ્રદ્ધા સ્પષ્ટ શબ્દોમાં કહેતી હતી કે તે તેને મારી નાખશે.

આફતાબનો પરિવાર પણ હત્યામાં સામેલ
તેમણે કહ્યું હતું કે આફતાબનો પરિવાર પણ આમાં સામેલ છે. આફતાબનાં માતા-પિતા તેની હરકતો વિશે જાણતાં હતાં. તેો જાણતાં હતાં કે આફતાબ શ્રદ્ધાને મારતો હતો. તેમણે મને આ વાતની જાણકારી આપવી જોઈતી હતી, પરંતુ એવું કંઈ થયું નથી. તેમણે દાવો કર્યો કે આફતાબનો પરિવાર પણ આ હત્યામાં સામેલ છે.

પિતાએ કહ્યું- શ્રદ્ધા મને કશું કહેતી ન હતી
પિતા વિકાસે કહ્યું- તે મને કશું કહેતી ન હતી. શ્રદ્ધા આ તમામ વાતો તેની માતાને કહેતી હતી, પરંતુ તેમના મૃત્યુ પછી શ્રદ્ધાની કોઈ ખબર ન હતી. હું જ્યારે પણ તેને પૂછતો કે,તું કેમ છે અને તે હંમેશાં કહેતી, હું સારી છું અને અહીં બધું સારું છે. જો મને ખબર હોત કે તે શ્રદ્ઘાને પરેશાન કરે છે અથવા મારઝૂડ કરે છે તો હું તેને મારા ઘરે પાછી લઈ આવત, મારી પત્નીના મૃત્યુ પછી આફતાબ ઘરે પણ આવતો હતો. શ્રદ્ઘાની નોંધાયેલી ફરિયાદમાં તેમણે કહ્યું હતું કે તેણે જેવી આશંકા વ્યક્ત કરી હતી તેવું જ બન્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: