દક્ષિણ આફ્રિકાને હરાવીને નેધરલેન્ડ્સે ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર નીકળીને પાકિસ્તાન માટે રસ્તો બનાવ્યો હતો, ત્યારબાદ પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવીને અંતિમ 4માં જગ્યા બનાવી લીધી હતી.

સ્ટેફન માયબર્ગે નિવૃત્તિની જાહેરાત કરી
દક્ષિણ આફ્રિકાને T20 વર્લ્ડ કપમાંથી નેધરલેન્ડ દ્વારા બહાર ફેંકવામાં આવ્યું હતું. નેધરલેન્ડ સામેની મેચ પહેલા દક્ષિણ આફ્રિકા ગ્રુપ 2માં બીજા સ્થાને હતું અને તેને અંતિમ 4માં સ્થાન મેળવવા માટે જીતની જરૂર હતી, પરંતુ દક્ષિણ આફ્રિકાની ટીમ અપસેટનો શિકાર બની હતી અને નેધરલેન્ડે તેને 13 રને હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાની હારથી પાકિસ્તાનનું કામ આસાન થઈ ગયું. આ પછી પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
દક્ષિણ આફ્રિકા સામે નેધરલેન્ડની ઐતિહાસિક જીતના હીરો સ્ટીફન મેબર્ગે સોમવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ટૂંકા ફોર્મેટમાં નેધરલેન્ડ માટે સૌથી વધુ રન બનાવનાર ત્રીજા બેટ્સમેન મેબર્ગે ઈન્સ્ટાગ્રામ પર તેની કારકિર્દી વિશે મોટી જાહેરાત કરી.
આવી વિદાયની કલ્પના પણ નહોતી
સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરતાં મેબર્ગે લખ્યું કે મેં ક્યારેય સપનું પણ નહોતું વિચાર્યું કે હું સાઉથ આફ્રિકા સામે વર્લ્ડ કપમાં જીત મેળવીને મારી કારકિર્દીનો અંત કરીશ. એક ખેલાડી તરીકે હું હંમેશા જીતવા માંગુ છું. દક્ષિણ આફ્રિકાની જીતમાં મેબર્ગે 37 રનનું યોગદાન આપ્યું હતું.
વર્ષની શરૂઆતમાં વન-ડેમાંથી નિવૃત્ત થયો હતો
ઓપનર મેબર્ગે 30 બોલમાં 7 ચોગ્ગા ફટકાર્યા હતા. તેની શાનદાર ઇનિંગ્સના કારણે નેધરલેન્ડે 20 ઓવરમાં 4 વિકેટે 158 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 8 વિકેટે 145 રન જ બનાવી શકી હતી. 38 વર્ષીય બેટ્સમેને આ વર્ષની શરૂઆતમાં ન્યુઝીલેન્ડ સામેની સીરીઝ બાદ ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. 2011માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરનાર મેબર્ગે નેધરલેન્ડ માટે 22 વનડેમાં 527 રન બનાવ્યા હતા. સાથે જ 45 T20 મેચમાં 915 રન બનાવ્યા છે.
17 બોલમાં અડધી સદી ફટકારી
સ્ટાર બેટ્સમેન મેબર્ગે 2014ના વર્લ્ડ કપમાં આયર્લેન્ડ સામે ઈતિહાસ રચ્યો હતો. તેણે માત્ર 17 બોલમાં અડધી સદી ફટકારી હતી, જે વર્લ્ડ કપના ઈતિહાસમાં બીજી સૌથી ઝડપી અડધી સદી હતી. તેના રેકોર્ડની બરાબરી તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના માર્કસ સ્ટોઈનિસે શ્રીલંકા સામે કરી હતી.
ભારત અને પાકિસ્તાન ગ્રુપ 2 માંથી સેમિફાઈનલમાં પહોંચ્યા છે. બંને દેશો હવે સેમિફાઈનલમાં ટકરાશે. જેમાં ભાપરીય ટીમની ટક્કર ઇંગ્લેન્ડ સામે 10 ઓક્ટોબરે થનારી છે. જ્યારે પાકિસ્તાનની ટક્કર ન્યૂઝીલેન્ડ સામે થનારી છે. આમ બંને દેશો હવે ફાઈનલમાં પહોંચવા દમ લગાવશે.