Saturday, November 26, 2022

Vadodara : ચૂંટણીના માહોલ વચ્ચે દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસનો સપાટો, 6 બુટલેગરની કરાઈ ધરપકડ

બાતમી મળતાં જ માંજલપુર પોલીસની જુદી-જુદી ટીમો આયોજનબદ્ધ માંજલપુર, વડસરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના પટ પર ત્રાટકી હતી.

Vadodara : ચૂંટણીના માહોલ વચ્ચે  દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસનો સપાટો, 6 બુટલેગરની કરાઈ ધરપકડ

વડોદરા પોલીસે દારૂના અડ્ડા પર પ્રોહિબિશન ડ્રાઇવ હાથ ધરી છે

ચૂંટણીના માહોલ વચ્ચે વડોદરામાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે સપાટો બોલાવ્યો છે. માંજલપુર પોલીસે બે મહિલા સહિત 6 બુટલેગરોની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓએ વિશ્વામિત્રી નદીના પટ પર દારૂની ભઠ્ઠીઓ ઉભી કરી હતી.  જે અંગે બાતમી મળતાં જ માંજલપુર પોલીસની જુદી-જુદી ટીમો આયોજનબદ્ધ માંજલપુર, વડસરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના પટ પર ત્રાટકી હતી. જ્યાં સંખ્યાબંધ દારૂની ભઠ્ઠીઓ જોવા મળતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે જમીનમાં છૂપાવી રાખેલા દેશી દારૂના ડ્રમ બહાર કાઢ્યા હતા અને તોડી પાડ્યા હતા. પોલીસે મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો અને દેશી દારૂ બનાવવાનો વોશ જપ્ત કરીને તેનો નાશ કર્યો હતો.

પોલીસે એક મહિલા બુટલેગરોને ઝડપી પાડી

ઘટનામાં પોલીસે પોલીસે મહિલા બુટલેગરોને ઝડપી પાડી છે. માંજલપુરની રહેવાસી જ્યોત્સના ઉર્ફે ટીની ઠાકોર, માંજલપુરનો રાજુ ઉર્ફે માંજરો માળી, વડસર ગામની રહેવાસી સુમન માળી, વડસર ગામની મંગીબેન માળી, વડસર ગામની રમીલા મારવાડી અને વડસર ગામની હીરાબેન ભાલિયાનો સમાવેશ થાય છે.