WhatsApp New Feature: વોટ્સએપ પોતાના યુઝર્સની સુવિધાનું ખુબ ધ્યાન રાખે છે. તે સમયાંતરે પોતાના યુઝર્સ માટે નવા નવા ફીચર લાવતુ રહે છે. હાલમાં વોટ્સએપ ફરી પોતાના યુઝર્સ માટે નવા ફીચર લાવ્યુ છે.
WhatsApp પોતાના પ્લેટફોર્મ પર નવા ફીચરને સામેલ કર્યુ છે. આ ફીચરનું નામ સેલ્ફ ચેટિંગ છે.
આ ફીચર તેણે બીટા વર્ઝન માટે બહાર પાડયુ છે. આ ફીચર ઝડપથી સ્ટેબલ વર્ઝન યુઝર્સ માટે બહાર પાડશે. ચાલો જાણીએ આ ફીચરનો કઈ રીતે ઉપયોગ કરી શકાય.
વોટ્સએપના સેલ્ફ ચેટ ફીચરની મદદથી યુઝર્સ પોતાના માટે જ એક ચેટ બોક્સ તૈયાર કરી શકશે. તેની મદદથી તે કોઈપણ મેસેજ, ફોટો, વીડિયો, ડોક્યૂમેન્ટ અને ટેક્સ્ટ મોકલી શકશે.
આ ચેટ બોક્સમાં કરવામાં આવેલ મેસેજ તમારી પાસે જ આવશે. એવા લોકો જે મેસેજનો બેકઅપ રાખવા કે કોઈ વસ્તુ ઝડપથી પાછી મેળવવા માટે બીજાને મેસેજ કરી દે છે, તેઓ માટે આ ફીચર ખુબ ઉપયોગી સાબિત થશે.
આ ફીચરનો ઉપયોગ કરવો ખુબ સરળ છે. તેના માટે યુઝર્સે સેટિંગની અંદર ક્રિએટ ચેટનો વિકલ્પ પસંદ કરવો પડશે. તેમાં તમને પોતાની સાથે ચેટિંગ કરવાનો વિકલ્પ મળશે.
સૌથી વધુ વાંચેલી વાર્તાઓ
About the Author
API Publisher /
Author & Editor
Has laoreet percipitur ad. Vide interesset in mei, no his legimus verterem. Et nostrum imperdiet appellantur usu, mnesarchum referrentur id vim.
0 comments:
Post a Comment