10 વર્ષની ઉંમરે પાકિસ્તાન છોડી જૂનાગઢ આવેલી મહિલાને 2022માં પ્રથમવાર મતદાન કરવા મળ્યું | A woman who left Pakistan at the age of 10 and came to Junagadh got to vote for the first time in 2022

જુનાગઢ38 મિનિટ પહેલા

ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન શરું થઈ ચૂક્યો છે. ત્યારે આજે મતદાન મથકો પર વિવિધ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. ત્યારે અમે તમને એક એવી મહિલા વિશે જણાવીશું કે જેઓ પાકિસ્તાનમાં જન્મેલી અને 10 વર્ષની ઉંમરે પોતાના પરિવાર સાથે પાકિસ્તાન છોડી ભારતમાં આવ્યા હતાં. બાદમાં જૂનાગઢના યુવક મનીષ આહુજા સાથે લગ્ન કર્યા. ત્યારે 21 વર્ષ બાદ ભારતનું નાગરિત્વ મળ્યું અને મળ્યો મતદાનનો અધિકાર. ત્યારે આજે જુનાગઢમાં રહેતા હેમાબેન આહુજાએ ભારતનું નાગરિકત્વ મળ્યા બાદ પ્રથમવાર મતદાન કર્યું છે.

કાયદામાં સુધારો થતાં મળ્યો નાગરિકત્વ
કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાનમાં રહેતા હિન્દુ ભારતીયોને નાગરિકત્વ આપવા માટે કાયદામાં સુધારો કર્યો છે. તમામ અધિકારો જિલ્લા કલેક્ટરને આપ્યા છે. તે મુજબ મૂળ પાકિસ્તાનમાં જન્મેલા હેમા આહુજા 2021 માં જુનાગઢની નાગરિક બન્યા હતા.

15 ઓગસ્ટ 1998 માં પાકિસ્તાન છોડી ભારત આવ્યાં
હેમાબેન આહુજા એ દિવ્યભાસ્કર સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, 21 વર્ષ પછી હેમાબેન આહુજાને ભારતનું નાગરિકત્વ મળ્યું હતું અને પોતે પહેલી વખત જૂનાગઢમાં મતદાન કરી રહ્યા છે. પોતાના પરિવાર સાથે મતદાન કરવા આવેલા હેમાબેન આહુજાએ વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાનના મીરપુર ખાસમાં તેમનો પરિવાર રહેતો હતો અને ત્યાં પેટ્રોલ પંપનો વ્યવસાય કરતો હતો. હેમાબેન આહુજા તેમના પરિવાર સાથે 15 ઓગસ્ટ 1998 માં પાકિસ્તાન છોડી ભારત આવ્યાં હતા. પ્રથમ હેમાબેનના એક ભાઇ અહીં આવી સ્થાયી થયા હતા. બાદમાં વ્યવસાય શરૂ થતાં તમામ પરિવારના સભ્યો ભારતમાં સ્થાપી થયા હતા.

21 વર્ષ પછી હેમાબેન આહુજાને ભારતનું નાગરિકત્વ મળ્યું
2014 માં તેમણે જૂનાગઢમાં રહેતા મનીષ આહુજા સાથે લગ્ન કર્યા હતા અને લગ્નબાદ 5 નવેમ્બર 2019 ના ધનતેરસના દિવસે જૂનાગઢના કલેક્ટરના હસ્તે તેમને ભારતનું નાગરિક અધિકાર પત્ર એનાયત કરવામાં આવ્યું અને તેમને ભારતનું નાગરિકત્વ મેળવ્યું.

મતદાન કરવા લોકોને અપિલ કરી
પાકિસ્તાન છોડી 21 વર્ષ બાદ ભારતનું નાગરિકત્વ મેળવનાર હેમાબેન આહુજાએ જણાવ્યું હતું કે, પહેલી વાર મતદાન કરી અનેરી ખુશી મળે છે અને દરેક ભારતના નાગરિકે મતદાન કરવું જોઈએ. કારણ કે મતદાન આપણો બંધારણીય હક છે.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post