Gujarat Election 2022: ડાંગના આહવામાં મતદારોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર, મતદાન બૂથ ખાલીખમ રહેતા ઉમેદવારો દોડતા થઈ ગયા

મોટીદબાસ ગામે પુલ અને રસ્તાની માગને લઈ લોકોએ રોડ નહીં તો વોટ નહીંના બેનરો લગાવ્યા હતા. મતદાન બુથ પર એક પણ મતદાર મતદાન કરવા ન જતા બુથ ખાલી જોવા મળ્યા હતા. પોલીસની સમજાવટ બાદ પણ લોકો મતદાન માટે તૈયાર થયા  નહોતા અને પોતાની માગને લઈ અડગ રહ્યા હતા.

રાજયમાં એક તરફ  જ્યાં મતદાન માટે લાંબી લાંબી  કતારો લાગી છે ત્યારે  બીજી તરફ  ડાંગમાં એવા દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં કોઈ પણ મતદાન માટે ફરક્યું નથી.  એક તરફ જ્યાં  વહેલી સવારથી મતદારો  ઠંડીમાં પણ  મતદાન કરવા પહોચ્યા  હતા. તો  વરરજા, દિવ્યાંગજનો અને વૃદ્ધજનોએ  પણ મતદાન કર્યું હતું. ત્યારે ડાંગમાં સાવ સામા છેડાનો વિરોધાભાસ જોવા મળ્યો હતો.  પ્રથમ તબક્કાના મતદાન સમયે ડાંગના આહવામાં લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો. મોટીદબાસ ગામે પુલ અને રસ્તાની માગને લઈ લોકોએ રોડ નહીં તો વોટ નહીંના બેનરો લગાવ્યા હતા. મતદાન બુથ પર એક પણ મતદાર મતદાન કરવા ન જતા બુથ ખાલી જોવા મળ્યા હતા. પોલીસની સમજાવટ બાદ પણ લોકો મતદાન માટે તૈયાર થયા  નહોતા અને પોતાની માગને લઈ અડગ રહ્યા હતા. ગ્રામજનોએ કહ્યું હતું કે, તેઓ છેલા ઘણા વર્ષોથી રસ્તા માટે માગ કરી રહ્યા છે ત્યારે આ વર્ષે તેઓ મતદાન કરશે નહીં. નોંધનીય છે કે લોકશાહીમાં  મતદાર રાજા ગણાય છે અને   આ મતદાતાઓએ તેમનો મિજાજા બતાવ્યો હતો.

ડાંગ આહવા મતદાનનો બહિષ્કાર

આહવામાં પોલીસે સમજાવટ આદરી છતાં નાગરિકોએ ન કર્યું મતદાન

11 વાગ્યા સુધીમાં નોંધાયું 18.95 ટકા મતદાન પરંતુ મોટી દબાસના  બૂથમાં નિરસ વાતાવરણ

પ્રથમ તબક્કામાં કુલ 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. પ્રથમ તબક્કામાં કુલ 1,24,33,362 પુરૂષ અને 1,15,43,308 મહિલા મતદારો છે. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર ચૂંટણી મેદાનમાં કુલ 788 ઉમેદવારો છે. કુલ 788 ઉમેદવારોમાંથી 70 મહિલા અને 718 પુરૂષ ઉમેદવારોનો સમાવેશ છે. પ્રથમ તબક્કામાં કુલ 339 અપક્ષ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. ત્યારે અગિયાર વાગ્યા સુધીમાં 18.95 ટકા મતદાન થયુ છે. સવારે ડાંગમાં સૌથા સારું મતદાન નોંધાયું હતું  જોકે ડાંગમાં જ  બીજી તરફ એવી પરિસ્થિતિ જોવા મળી હતી કે  મોટીદબાસ ગામે  કોઈ મતદાન કરવા માટે આવ્યું નહોતું.  ડાંગમાં 11 વાગ્યા સુધીમાં 24.99 ટકા મતદાન નોંધાયું હતું. પરંતુ મોટી દબાસ ખાતે મતદાનનો વિરોધ થતા બૂથમાં નિરસ વાતાવરણ જોવા મળ્યું હતું.

moti dabas આહવા મતદાન મથક

આહવાના મોટી દબાસ ખાતે ખાલીખમ રહ્યા મતદાન બૂથ

Previous Post Next Post