Wednesday, December 21, 2022

રામનગરમાં હોસ્પિટલ નીચે કાપડની દુકાનમાં આગ લાગતા અફરતફરી મચી,10 થી વધુ ગાડી સાથે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. | A fire broke out in a cloth shop under the hospital in Ramnagar, fire team with more than 10 vehicles reached the scene.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Fire Broke Out In A Cloth Shop Under The Hospital In Ramnagar, Fire Team With More Than 10 Vehicles Reached The Scene.

સુરત32 મિનિટ પહેલા

સુરતના રામનગર ખાતે હોસ્પિટલની નીચે કાપડની દુકાને આગ લાગતા મચી દોડધામ

સુરતના રાંદેરના રામનગર ચાર રસ્તા પાસે લાઈફ લાઈન હોસ્પિટલની નીચે આવેલી કાપડની દુકાનમાં અચાનક આગ લાગી ઉઠી હતી. કાપડની દુકાનમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા સર્જાતા હોસ્પિટલ પ્રશાસન ચિંતામાં મુકાયું હતું. અચાનક કાપવાની દુકાનમાં વિકરાળ આગ લાગી જતા ઉપર હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લેતા હોવાથી થોડા સમય માટે અફરા તફરી જેવો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને થતા 10 થી વધુ ગાડી સાથેની વાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. અને ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનશી બે ઘટનામાં કોઈ નથી

કાપડની દુકાનમાં આગ લાગતા દોડધામ

સુરતના રાંદેરના રામનગર ચાર રસ્તા પાસે આવેલા બિલ્ડીંગ સાથેના કોમર્શિયલ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનમાં અચાનક આગ લાગી ઉઠી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ કપડાની દુકાનમાં અચાનક આગ લાગી જતા દોડધામ મચી ઉઠી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

હોસ્પિટલની નીચે આગ લાગતા મચી હતી અફરાતફરી

સુરતના રામનગર ચાર રસ્તા પાસે પાસે આવેલા કોમર્શિયલ બિલ્ડીંગ ના બીજા માટે લાઈફ લાઈન હોસ્પિટલ આવેલી છે. આ લાઈફ લાઈન હોસ્પિટલ ની બરોબર જ નીચે કપડાની દુકાન આવેલી હતી. આ દુકાનમાં અચાનક આગ લાગી જતા ધુમાડાના ગોટા ને ગોટા નીકળ્યા હતા. જેને લઇ આગ લાગી તેની ઉપર હોસ્પિટલમાં ગંભીર દર્દીઓ સારવાર લઈ રહેલા હોવાથી સૌ કોઈ ચિંતામાં મુકાયા હતા. આગના ધુમાડાને લઈ હોસ્પિટલમાં પણ સફોકેશન થાય તેવી સ્થિતિ નિર્માણ પામી હતી. આગ વધુ પ્રસરે અને બીજા માળ સુધી હોસ્પિટલ સુધી પહોંચે નહીં તેને લઈ હાજર સૌ કોઈ પણ આ ઓલવા કામે લાગ્યા હતા. હોસ્પિટલની નીચે અચાનક જ કાપડની દુકાનમાં મોટી આગ લાગી જતા લોકોમાં ભારે અફરતફરી બચી જવા પામી હતી.

સદનસીબે કોઈ જાનહાની નહીં

સુરતના રામનગર ખાતે લાઈફલાઈન હોસ્પિટલની નીચે આગ લાગી હોવાનો ફાયર વિભાગને કોલ મળતા તાત્કાલિક ફાયરની ગાડી ઘટના સ્થળ પર પહોંચી આવી હતી. ફાયર વિભાગની મજૂરા અને અડાજન ફાયર સ્ટેશનની 10 ગાડી સાથે એની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ફાયર ની સ્ટીમ ઘટના સ્થળે પહોંચ્યા બાદ તાત્કાલિક પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લેવાતા સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી. હોસ્પિટલની નીચે આગ લાગી હોવાનું ફાયરને જણાવાયું હોવાથી ફાયર ની ટીમ પણ પહેલેથી જ સંપૂર્ણ તૈયારી કરીને આવી હતી. દર્દીઓને રેસક્યુ કરવાની ફરજ પડે તો તે પણ તાત્કાલિક કરી શકાય તે પ્રકારની તૈયારી ફાયર વિભાગની જોવા મળી હતી. જોકે આવી કોઈ પણ પરિસ્થિતિ નિર્માણ ન પામતા ફાયર વિભાગ એ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનામાં દુકાનમાં રહેલ સમગ્ર માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: