Wednesday, December 21, 2022

ગુજરાતના એક જ વિદ્યાર્થીએ 100 પર્સન્ટાઈલ મેળવ્યા તો 3 વિદ્યાર્થીઓને 99.99 પર્સન્ટાઈલ | A single student from Gujarat scored 100 percentile while 3 students scored 99.99 percentile.

અમદાવાદ21 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દર વર્ષે IIMમાં એડમિશન માટે CATની પરીક્ષા લેવામાં આવે છે. આ વર્ષે પણ CATની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં દેશભરમાંથી 2.20 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 11 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઈલ મેળવ્યા છે. જેમાં ગુજરાતના એકમાત્ર વિદ્યાર્થીએ જ 100 પર્સન્ટાઈલ મેળવ્યા છે.

ગુજરાતના એક જ વિદ્યાર્થીએ 100 પર્સન્ટાઈલ મેળવ્યા
27 નવેમ્બરના રોજ સમગ્ર દેશમાં CATની પરીક્ષા યોજાઈ હતી. 2.20 લાખ વિદ્યાર્થીઓએ MBAમાં એડમિશન મેળવવા CATની પરીક્ષા આપી હતી. આજે www.iim.cat.in પર પરીણામ જાહેર થયું છે. દેશભરમાં 11 વિદ્યાર્થીઓએ 100માંથી 100 પર્સન્ટાઈલ મેળવ્યા છે જેમાં ગુજરાતનો એક વિદ્યાર્થી છે. 22 વિદ્યાર્થીઓએ 99.99 પર્સન્ટાઈલ મેળવ્યા છે જેમાંથી 3 ગુજરાતના છે. 22 વિદ્યાર્થીઓએ 99.98 પર્સન્ટાઈલ મેળવ્યા છે જેમાંથી ગુજરાતનો એકપણ વિદ્યાર્થી નથી.

દેશભરમાં 99.99 પર્સન્ટાઈલ મેળવનાર એક જ વિદ્યાર્થીની
100 પર્સન્ટાઈલ મેળવનાર એકપણ વિદ્યાર્થીની નથી. 99.99 પર્સન્ટાઈલ મેળવનાર એક જ વિદ્યાર્થીની છે. 99.98 પર્સન્ટાઈલ મેળવનારી 3 વિદ્યાર્થીની છે. દેશભરની 20થી વધુ IIMમાં વિદ્યાર્થીઓને CATના પરિણામના આધારે પ્રવેશ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: