- Gujarati News
- Local
- Gujarat
- Mehsana
- A Gang Of Fraudsters Was Arrested After Seeing The Volatility Of The Stock Market And Giving Tips To Earn More Money By Taking People Into Trust.
મહેસાણા40 મિનિટ પહેલા
શેર બજારમાં રોકાણ કરનારા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં માત્ર ધોરણ 10 થી 12 ભણેલા ભેજાબાજોએ યુ ટ્યુબમાંથી શેર માર્કેટની માહિતી મેળવી અનેક બિઝનેશમેનનોને ફોન કરી વધુ રૂપિયા કમાઈ આપવાની ટીપ્સ આપતા હતા. આ શેર લઈ લો ફાયદો જ છે તેમ જણાવી છેતરપીંડી આચરનારી ટોળકી મહેસાણાના વડનગરથી ઝડપાઈ છે. ઓછુ ભણેલા હોવા છતાં માસ્ટર માઇન્ડ ભેજાબાજો એક જ શેરની અલગ-અલગ ટીપ્સ આપી બિઝનેશમેનો પાસેથી 20થી 30 ટકા પડાવી લેતા હતા. વડનગર ખાતે શેરબજારની વધઘટ જોઈ લોકોને મોબાઈલ ફોન કરી વિશ્વાસમાં લઈ શેરબજારમાં વધુ રૂપિયા કમાઈ આપવાની ટીપ્સ આપી બિસનેશમેનો સાથે છેતરપિંડી કરતી ત્રણ ઈસમોની ટોળકી ઝડપાઈ હતી. મહેસાણાની લોકલ ક્રાઈમ બ્રાન્ચે આ ટોળકીને ઝડપી પાડી હતી.

શેરબજારના ખુબ જ જાણકાર છે તેવો વિશ્વાસ અપાવતા હતા
વડનગર અને ખેરાલુમાં એલ.સી.બીએ આ અંગે વોચ ગોઠવી હતી. આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, વડનગર વિસ્તારમાં ઘણા યુવાનો શેરબજારમાં ડબ્બા ટ્રેડીંગ તથા શેરમાર્કેટમાં રોકાણ કરતા ગ્રાહકોને તેમના લીડરો પાસેથી તથા ગુગલ સર્ચ કરી તેમના મોબાઈલ નંબર મેળવી ગેરકાયદેસર રીતે ફોન કરી ઈકવીટી શેરોનું ખરીદ-વેચાણ કરાવે છે. જેમાં તેઓ ગ્રાહકોને વધુ કમાણી થશે તેવી લોભામણી લાલચ આપે છે. આવા નબીરાઓ એક વિશિષ્ટ પ્રકારની સ્પીચ વાપરે છે તે માટે એકાદ મહિના સુધી અન્ય ટ્રેઈન વ્યક્તિ જોડે રહી તાલીમ મેળવે છે જેથી ગ્રાહકોને તેઓ શેરબજારના ખુબ જ જાણકાર તથા અનુભવી છે તેવો વિશ્વાસ બેસાડે છે.

પ્રતિકાત્મક તસવીર
ગ્રાહકને ખોટ જાય તો ફોન પણ ઉપાડતા ન હતા
આ પ્રકારની જાણકારી માટે તેઓ યુ ટ્યુબ ચેનલનો પણ ઉપયોગ કરી શેર માર્કેટની માહિતી અકત્રીત કરી ગ્રાહકોને ખોટા ફોન કરી પોતાનું ખોટું નામ બતાવી તેમનો વિશ્વાસ કેળવી ગ્રાહકોને ભરોસો અપાવી રોકાણ કરાવડાવે છે. તે રોકાણથી ફાયદો થાય તે પૈકી 20થી 30 ટકા રમક ગ્રાહકો પાસેથી પડાવે છે. જો ગ્રાહકને તેમાં ખોટ જાય તો આ ટોળકી ફોન પણ ઉપાડતા નથી અથવા તેને નુકસાન રીકવર કરવાના બહાને હજુ વધુ ખોટી ખોટી ટીપ્સ આપી વધુ રોકાણ કરાવડાવી નુકસાનમાં ઉતારે છે અને નાણા પડાવે છે.

પ્રતિકાત્મક તસવીર
એક જ શેરની અલગ અલગ ટીપ્સ આપતા હતા
આ ઉપરાંત આ ભેજાબાજો એક શેરની અલગ-અલગ ટીપ્સ લોકોને આપતા હતા. એક ગ્રાહકને શેરની કિમંત ઉચી આવશે તથા બીજાને એ જ શેરની કિંમત નીચી આવશે. જેથી બંન્ને બાજુ તેમનો ફાયદો સાધે છે. આવો ફાયદો મેળવવા માટે તેઓને તેમની ટોળકીના લીડર મહેશજી દશરથજી ઠાકોર મોબાઈલ તથા એકાઉન્ટ નંબર આપે છે. જેમાં ગ્રાહકોને આવા ફેક કોલ કરનારનું કમીશન જમાં કરાવવાનું કહી જમા લેવામાં આવે છે. આવુ રેકેટ અલગ-અલગ જગ્યાએ ચાલે છે. તેવી માહિતી પોલીસે મેળવી હતી.

પ્રતિકાત્મક તસવીર
પોલીસે આગળની તપાસ હાથ ધરી
LCBની ટીમે આ મામલે વડનગરમાં દરોડો પાડ્યો હતો. જ્યાં ત્રણ યુવકો ગેરકાયદેસર ગ્રાહકોના નંબર મેળવી ખોટી રીતે શેર બજારમાં રોકાણ કરાવી મોટું કમિશન મારી ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હોવાની જાણ થતા તેઓને ઝડપી લીધા હતા. જ્યારે એક આરોપીને ઝડપવા તજવીજ હાથ ધરી છે. આ આરોપીઓ છેલ્લા એક માસથી છેતરપિંડી કરી રહ્યા હતા. તેમજ આરોપીઓ 10કે 12 પાસ ભણેલા હોવાની માહિતી પણ પોલીસ પાસેથી મળી છે. ઓછું ભણ્યા હોવા છતાં બિઝનેશમેનોને પોતાની જાળમાં ફસાવી લેતા હતા. આ કેસમાં હજુ ઠાકોર મહેશજી નામનો આરોપી ઝડપવાનો બાકી છે. પોલીસે ઈસમો પાસેથી મોબાઈલ નંગ 6 કિમંત રૂપિયા 12 હજાર, રોકડ રકમ 100 મળી કુલ 12 હજાર 100 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ તેઓ વિરૂદ્ધ આઈપીસી કલમ 406, 420, 114 તથા ધી સિક્યુરીટીઝ કોન્ટ્રેક્ટ રેગ્યુલેશન એક્ટ 1956ની કલમ 13,14 મુજબ ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રતિકાત્મક તસવીર
પકડાયેલા આરોપીઓના નામ
વાઘેલા મકરધ્વજ સંજયકુમાર જેસંગભાઈ, રહે વડનગર
રજનીકાન્ત રાજુભાઈ, રહે વડનગર
સચીનકુમાર જયરાજભાઈ વાઘેલા, રહે વડનગર
પકડવાનો બાકી આરોપીઓના નામ
ઠાકોર મહેશજી દશરથજી, વડનગર