Tuesday, December 13, 2022

એક આંખે દેખાતું નથી અને બીજી આંખમાં તકલીફ છતાં 100 ફૂટની ઊંચાઈ કામ કરે છે યુવાન, કહ્યું- સંતોના સાથથી બળ અને જોશ વધે છે | 100 feet height works young man who can't see in one eye and has problems with the other eye, said - Saints' company increases strength and vigor

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 100 Feet Height Works Young Man Who Can’t See In One Eye And Has Problems With The Other Eye, Said Saints’ Company Increases Strength And Vigor

અમદાવાદ20 મિનિટ પહેલાલેખક: મનોજ કે. કારીઆ

અમદાવાદના આંગણે ના ભૂતો, ન ભવિષ્યતિ સમા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દિ મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થવાની છે. આ ઉજવણી એક ઇતિહાસ રચી દેશે તેમાં કોઇ નવાઇ નથી. આ શતાબ્દિ મહોત્સવમાં સેવાનો રિતસરનો ધોધ વહી રહ્યો છે. આ સેવા યજ્ઞમાં સામાન્ય માણસથી માંડીને ઉદ્યોગપતિઓ પ્રમુખસ્વામી મહારાજ તથા મહંતસ્વામી મહારાજનો રાજીપો મેળવીને પોતાના જીવનને પાવન કરવા જોડાઇ ગયા છે. આ ધોધમાં એક હજાર, બે હજાર નહીં પણ 80 હજાર સ્વયંસેવકો પોતાનું કામ, કાર્ય પડતું મૂકીને જોતરાઇ ગયા છે. આમાં દરેક વ્યક્તિની રસપ્રદ, ચોંકાવનારી તથા મ્હોંમાં આંગળા નાંખી જવાય તેવી સ્ટોરીઓ છે. આવી જ એક સ્ટોરી અમરેલીથી આવેલાં એક યુવાનની છે. આ યુવાનને એક આંખે દેખાતું નથી અને બીજી આંખે તકલીફ હોવા છતાં તે 100 ફૂટ ઊંચા થાંભલાઓ પર ચડીને કામ કરે છે. નવાઇની વાત તો એ છે કે તે જે કામ કરી રહ્યો છે તે તેણે ક્યારેય પણ અગાઉ કર્યું નથી. પ્રમુખસ્વામી નગરમાં પહેલીવાર કરી રહ્યો છે. તેણે કહ્યું પહેલીવાર હું ઉપર ચડયો ત્યારે ડર લાગતો હતો. પરંતુ સંતનો સાથે હોવાથી મનોબળ અને જુસ્સો વધે છે.

‘એક આંખે બિલકુલ દેખાતું નથી અને બીજી આંખે તકલીફ’
પ્રમુખસ્વામી નગરમાં નોકરી છોડીને કે ધંધો અન્યને સોંપીને સેવાકાર્યમાં જોડાયેલાં અનેક કિસ્સાંઓ દિવ્ય ભાસ્કર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. અને હજુ આવા કિસ્સાઓ દિવ્ય ભાસ્કર દ્વારા બહાર લાવવામાં આવી રહ્યાં છે. આજે દિવ્ય ભાસ્કરની ટીમ ડેકોરેશન સ્ટોરમાં કામ કરતાં અમરેલીનો યુવક ગૌતમ ઝાપડીયાને મળી હતી. જેને એક આંખે બિલકુલ દેખાતું નથી અને બીજી આંખે તકલીફ છે છતાં તે હિંમતભેર સેવા કરી રહ્યો છે. તેની સાથે થયેલી વાતચીત અહીં રજૂ કરી છે.

‘પિતા નથી એટલે મારા તથા મારી માતાના માથે જવાબદારી’
હું અમરેલી જિલ્લાના બાબરા ગામમાં રહું છું. અમરેલી મંડળમાં જોડાયેલો છું. હું ડેકોરેશન સ્ટોરમાં 110 દિવસની સેવામાં આવ્યો છું. હું એસ.એમ. તથા લોકલ સ્ટ્રકચરમાં પ્લાય મારવાનું કામ કરું છું. મને એક આંખમાં દેખાતું નથી અને બીજી આંખમાં દૂરનું દેખાતું નથી. તડકો હોય તો આંખ ખુલતી નથી. ઘરે મમ્મી એકલી છે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દિ મહોત્સવમાં જવાનું વિચારતો હતો. શરુઆતમાં ઘણાં પ્રશ્નો હતા. પણ કાર્યકરોએ ઉકેલ લાવી દીધો હતો. એટલે હું 110 દિવસની સેવામાં આવ્યો છું. બાપાને રાજી કરવા માટે ઓગસ્ટ મહિનામાં અહીંયા આવ્યો હતો. પિતા નથી એટલે મારા તથા મારી માતાના માથે જવાબદારી છે.

‘લોંખડ પર પ્લાય લગાવવાનું કામ પહેલાં કયારેય કર્યું નથી’
તેણે વધુમાં જણાવ્યું હતું કે, હું 12 વર્ષ સુધી કાપડની દુકાનમાં નોકરી કરતો હતો. ત્યારે કાચના મંદિરની સાફ-સફાઇ કરતો હતો. ત્યારે કાચનું મંદિર તૂટી જતાં કાચ આંખમાં વાગ્યો હતો. ત્યારે ડોકટરોએ કીધેલું કે સારું થઇ જશે. પણ કાંઇ થયું નહીં અને આજે ડાબી આંખમાં દેખાતું નથી. બીજી આંખમાં નંબર છે. દૂરનું દેખાતું નથી. તેમાંય તડકો હોય કે રજકણ ઉડતી હોય તો આંખ બંધ રાખવી પડે છે. બાપાની દયાથી કામમાં કોઇ તકલીફ પડતી નથી. આજે હું જે કામગીરી કરી રહ્યો છું. તે પહેલીવાર કરું છું. ઊંચાઇ પર ચડવાનું અને લોંખડ પર પ્લાય લગાવવાનું કામ કરવાનું પહેલાં કયારેય કર્યું નથી. પરંતુ બાપાની દયાથી બધું થઇ જાય છે. સંતોના માર્ગદર્શનથી કામ કરું છું.

‘નગરમાં અઢી મહીનાથી કામ કરું છું’
તેણે કહ્યું કે, પહેલીવાર ઉપર ચડયો ત્યારે ડર લાગતો હતો કે કાંઇ થશે તો, પણ સંતો સાથે હોવાથી બળ અને જોશ બંને મળે છે. અમારી સાથે 70 જણાં છે. પણ વિભાગીય સંતોની અલગ અલગ સેવા છે. અમે વેદપ્રિય સ્વામી તથા વામદેવ ભગતની ટીમમાં 20 જણાં કામ કરીએ છીએ. નગરમાં મુખ્ય સ્ટેજ, પાણીની ટાંકી, સ્વયંસેવક સભાનું મુખ્ય સ્ટેજ, પ્રદર્શન ખંડોમાં લોખંડના સ્ટ્રકચર અને પ્લાયવુડથી મઢવાનું અને કલર કામ કરવાનું અઢી મહીનાથી કામ કરું છું. અક્ષરધામ મંદિરમાં સ્ટ્રકચર તૈયાર થયા બાદ ઉપરના સુશોભનની કામગીરી પણ કરી છે.

અન્ય સમાચારો પણ છે…