Tuesday, December 13, 2022

નવસારીમાં ચીખલી હાઇવે પર એક સાથે 6 વાહનોની ટક્કર, સદનસીબે જાનહાની નહીં

નવસારીમાં (Navsari) ચીખલી હાઇવે પર એકસાથે 6 વાહનોની ટક્કર થઇ હતી. ડિવાઈડરના કામને કારણે પહેલા વાહને બ્રેક મારતા ટક્કરનો સિલસિલો સર્જાયો હતો. એક પછી એક વાહનોની ટક્કર થઇ હતી. જેના કારણે આસપાસ લોકોની ભીડ જામી ગઇ હતી અને હાઇવે પર ટ્રાફિક જામ પણ થઇ ગયો હતો.

TV9 ગુજરાતી

| સંપાદિત: તન્વી સોની

ડિસેમ્બર 13, 2022 | 10:27 AM

નવસારી-ચીખલી હાઇવે પર મોટી જાનહાની થતા રહી ગઇ છે. નવસારી-ચીખલી હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નવસારીમાં ચીખલી હાઇવે પર એક સાથે છ વાહનોની ટક્કર થઇ હતી. જેના કારણે વાહનોને ભારે નુકસાન થયુ છે, જો કે સદનસીબે કોઇ જાનહાની સર્જાઇ નથી. એક વાહને બ્રેક મારતા તેની પાછળ રહેલા અન્ય પાંચ વાહન એક પછી એક ટકરાયા હતા અને અકસ્માત સર્જાયો હતો. ઘટનાના પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.

નવસારીમાં ચીખલી હાઇવે પર એકસાથે 6 વાહનોની ટક્કર થઇ હતી. ડિવાઈડરના કામને કારણે પહેલા વાહને બ્રેક મારતા ટક્કરનો સિલસિલો સર્જાયો હતો. એક પછી એક વાહનોની ટક્કર થઇ હતી. જેના કારણે આસપાસ લોકોની ભીડ જામી ગઇ હતી અને હાઇવે પર ટ્રાફિક જામ પણ થઇ ગયો હતો. નુકસાન પામેલા વાહનોને ક્રેનની મદદથી ખસેડવામાં આવ્યા છે. મલવાડા ગામ પાસે NH-48 પર થયેલા અકસ્માતમાં એમ્બ્યુલન્સ ફસાઈ હતી. મહત્વપૂર્ણ છે કે અકસ્માતની હારમાળામાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. તથા અકસ્માત મામલે હજુ સુધી કોઇ પોલીસ ફરિયાદ પણ નોંધાઇ નથી.

ગઇકાલે વડોદરામાં પણ એક અકસ્માત સર્જાયો હતો. વડોદરાના ગદાપુર પાસે આવેલા જૈન મંદિર નજીક એક સ્કુટર ચાલક મહિલાને કાર ચાલકે ફંગોળી હતી. 55 વર્ષના મીના નામની મહિલાને 108 દ્વારા સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું.  મળતી માહિતી પ્રમાણે મહિલા પોતાના સ્કુટર પર જતી હતી ત્યારે એક કારચાલકે પાછળથી ટક્કર મારી હતી. જેના પગલે મહિલા હવામાં ફંગોળાઈ હતી. અકસ્માત સર્જી કાર ચાલક ભાગી છૂટ્યો છે અને મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે.

Related Posts: