Sunday, December 4, 2022

101 વર્ષના મેરૂમાએ મતદાન કરવા પુત્ર આગળ હઠ પકડી | 101-year-old Meruma persisted before her son to vote

પાલનપુર32 મિનિટ પહેલાલેખક: મુકેશ ઠાકોર

  • કૉપી લિંક
પાલનપુર શહેરમાં આવેલા મીઠીવાવ વિસ્તારમાં રહેતા મહેરૂનીશા મસીઉદ્દીન કાદરી આ વખતે 45મું મતદાન કરશે. - Divya Bhaskar

પાલનપુર શહેરમાં આવેલા મીઠીવાવ વિસ્તારમાં રહેતા મહેરૂનીશા મસીઉદ્દીન કાદરી આ વખતે 45મું મતદાન કરશે.

  • પ્રાંતિજના ઓરાણ ગામના મહેરૂનીશા મસીઉદ્દીન કાદરી પરિવાર સાથે વર્ષોથી પાલનપુરના મીઠીવાવ વિસ્તારમાં રહે છે

પાલનપુરના મીઠીવાવડી વિસ્તારમાં રહેતા મહેરૂનીશા મસીઉદ્દીન કાદરીને લોકો મેરુમાના હુલામણા નામથી ઓળખે છે. તેઓ પુત્ર આગળ જીદ પકડીને બેઠા છે કે, પાંચ તારીખે મને મતદાન કરવા માટે અવશ્ય લઈ જજો. 101 વર્ષની વયે પણ તેમનો મતાધિકારનો જુસ્સો આજના યુવા મતદારો માટે 100 ટકા મતદાન માટે પ્રેરણા રૂપ છે.

પાલનપુરના મીઠીવાવડી વિસ્તારમાં રહેતા મહેરૂનીશા મસીઉદ્દીન કાદરી મૂળ પ્રાંતિજ તાલુકાના ઓરાણ ગામના વતની છે. જેઓ વર્ષો અગાઉ વ્યવસાય અર્થે બનાસકાંઠા જિલ્લામાં આવ્યા હતા. શરૂઆતના દસ વર્ષ પાલનપુર તાલુકાના ગઢ ગામે વિતાવ્યા હતા. જ્યાં પોતાના પતિ સાથે ટાયર પંચરની દુકાન શરૂ કરી હતી .

હિન્દુ પરિવાર સાથે એક જ મકાનમાં રહી કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ત્યાંથી પરિવાર સાથે પાલનપુર મીઠી વાવ પ્રજાપતિ વાસમાં વર્ષોથી રહે છે. જ્યાં લોકો તેમને મેરુમાના હુંલામણા નામથી ઓળખે છે. આ મેરુંમાં પોતાના મતાધિકારને લઈ ખૂબ જ જાગૃત છે. 5 ડિસેમ્બરે વિધાનસભા નું મતદાન થવાનું છે.

ત્યારે મેરૂમમાં તેમના પુત્ર સીતાબભાઈ કાદરી આગળ હઠ લઈને બેઠા છે કે મને મતદાન કરવા માટે અવશ્ય લઈ જજો.મેરુમાં એ અત્યાર સુધીમાં નગરપાલિકા વિધાનસભા લોકસભા સહિતની ચૂંટણીઓમાં 44 વાર મતદાન કરી આજના યુવાનો માટે પ્રેરણા રૂપ બન્યા છે. અને હવે પાંચ ડિસેમ્બરે તેઓ 45 મી વખત પોતાનો અમૂલ્ય મત આપી મતદાર તરીકે નવી સરકાર બનવામાં મહત્વના ભાગ બની રહેશે.

અમારી વખતે એટલી સોંઘવારી કે ઘી અને છાશ તો મફતમાં મળતા હતા: મેરૂનિશાબા
મેરૂનિશાબા કાદરીએ જણાવ્યું હતું કે, મેં સૌથી વધુ કાગળ (બેલેટ પેપર)થી મતદાન કર્યું છે. અમારી વખતે ખૂબ જ સોઘવારી હતી. એક રૂપિયામાં તો ઘણું બધું કરિયાણું આવતું હતું. મીઠી વાવમાંથી અમે પાણી ભરતા હતા. માનસરોવરના ધોબી ઘાટે કપડાં ધોવા જતા હતા. ભીસ્તી સમાજના લોકો પાણી વેચતા હતા. જેમાં 50 પૈસામાં એક પખાલી મળતી હતી. ગાયના છાણથી આંગણું લીંપતા હતા. ચૂલા ઉપર દેશી રોટલા બનાવતા હતા. ઘી અને છાશ તો મફતમાં મળતા હતા.

9 બેઠકો ઉપર 80 વર્ષથી ઉપરના 39969 મતદાતા
બનાસકાંઠાની નવું વિધાનસભાની બેઠકો માં કુલ 24, 89,694 મતદાતાઓ પૈકી 39969 મતદારો 80 વર્ષથી ઉપરના છે. જેમાં વાવ 4592, થરાદ 3256, ધાનેરા 4079, દાંતા 4208, વડગામ 4919, પાલનપુર 5333, ડીસા 4985, દિયોદર 3830 અને એકાંકરેજમાં 4767 મળી કુલ 39,9 69 મતદારો પોતાના મતાધિકારની ફરજ નિભાવશે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: