Monday, December 19, 2022

મહેસાણામાં 108 એમ્બ્યુલન્સ ફરી દેવદૂત બની, મહિલાને અસહ્ય દુખાવો થતા ગોપીનાળા બહારજ સફળ ડિલિવરી કરાવી | 108 Ambulance in Mehsana again became an angel, successfully delivered a woman in excruciating pain to Gopi outside.

મહેસાણા15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં હાલમાં કાર્યરત 108 એમ્બ્યુલન્સ વાન હાલમા દેવદૂત સાબિત થઈ રહી છે.ત્યારે આજે મહેસાણા સીટી 1 ની 108 એમ્બ્યુલન્સને મળેલ કોલ આધારે ટિમ બોદલા ગામે મહિલા દર્દીને લઈ મહેસાણા આવી રહી હતી એ દરમિયાન માહિલાને અસહ્ય દુખાવો થતા મહેસાણા ના ગોપીનાળા બહાર જ 108 કર્મીએ વાનમાં સફળ ડિલિવરી કરાવી હતી જેમાં બાળકી નો જન્મ થયો હતો.

મહેસાણામા આજે 108 એમ્બ્યુલન્સ ને સવારે 07:56 બોદલા ગામ ડીલેવરી નો કોલ મળ્યો હતો તો જેમાં સીટી 1 ની 108 સમય સર પહોંચી ગઈ હતી જ્યાં બોદલા ગામમાં રહેતા ઠાકોર સુરેખા બેન રણજીત ને મહેસાણા લાવી રહ્યા હતા એ દરમિયાન મહિલા દર્દીને અસહ્ય દુખાવો ઉપડતા દર્દીને તતાત્કાલિક ડિલિવરી કરાવવાની ફરજ પડી હતી.

સમગ્ર મામલે મહિલા ને અસહ્ય દુખાવો ઉપડ્યો એ દરમિયાન ત્યાં બાળક નું માથું પણ દેખાવા લાગ્યું હતું અને નાળ બાળક ના ગળે વીંટેલ હતી બાદમાં 108 કર્મીઓ પોતાની સુજબૂજ થી એમ્બ્યુલન્સ તરતજ રસ્તા વચ્ચે બજાર માજ ઊભી કરવા ની જરૂર પડી હતી.

108 ટીમે દર્દી સંગીતા બેન ની ડિલિવરી ગોપી નાળા બહાર જ સમય કરાવી હતી જેમાં ઇ એમ ટી મિત્તલ બેન અને પાઇલોટ અલીખાન એ અમદાવાદ સ્તિથ માર્ગદરસક ડોક્ટર ની સલાહ સૂચન અને એમની સુજબુજ સાથે મળી ને આજે સવારે 8:30 એ સફળ ડિલિવરી કરાવી હતી બાદમાં માતા એ રાહત નો શ્વાસ લીધો હતો સમગ્ર ડિલિવરી દરમિયાન માતા ને વધારે લોહી વહી રહ્યું હતું જેથી હાજર કર્મીએ જરૂરી ઈન્જેકશન અને દવા આપી ને બાદમાં મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં માતા તેમજ બાળક બંનેની તબિયત તંદુરસ્ત હોવાનું સામે આવ્યું છે તેમજ મહિલા ના કુટુંબી જનોએ એ 108ની આ કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો

અન્ય સમાચારો પણ છે…

Related Posts: