Wednesday, December 21, 2022

મહેસાણાના જોટાણામાં મહિલા મધરાતે દુ:ખાવો ઉપડતા 108 ટીમે આવી, ફોન અને ગાડીની લાઈટોના અજવાળે સફળ ડિલિવરી કરાવી | A 108 team arrived in Jotana, Mehsana, where the woman was in pain at midnight, successfully delivered under the lights of phones and car lights.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • A 108 Team Arrived In Jotana, Mehsana, Where The Woman Was In Pain At Midnight, Successfully Delivered Under The Lights Of Phones And Car Lights.

મહેસાણા22 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં આવેલ 108 ટિમ છેલ્લા ચાર એક દિવસ થી અલગ અલગ વિસ્તારમાં ગર્ભવતી મહિલાઓ સમયસર ડિલિવરી કરાવી તેઓનું અને તેનોએ શિશુનું જીવન બચાવી ઉત્તમ કામગીરી કરી રહ્યું છે ત્યારે મહેસાણા જિલ્લાના જોટાણા ગામમાં રહેતી મહિલાને રાત્રી દરમિયાન અસહ્ય દુખાવો ઉપડતા 108 ટીમને કોલ કરતા ટિમ તાત્કાલિક ગામમાં દોડી આવી હતી.

મહેસાણા જિલ્લામાં આવેલા જોટાણા ગામે રહેતી જશુબેન અંબારામ ભાઈ ફૂલવાડી ને રાત્રે 11.30 કલાકે અસહ્ય દુખાવો ઉપડતા પરિવાર 108 ટીમને જાણ કરી હતી બાદમાં નંદાસન 108 ટિમ જોટાણા ગામે આવી મહિલા ને હાલત તપાસ કરી હતી.

તપાસ દરમિયાન બાળકનું માથું પણ દેખાવા લાગ્યું હતું જેથી ત્યાંના બાંધેલા તંબુ માં લાઇટની પણ સુવિધા ન હોવાથી EMT હાર્દિક ભાઈ પ્રજાપતિ અને એમ્બ્યુલન્સ ના પાયલોટ મહેશ ભાઈ પરમાર એ મળી ને મોબાઈલ ની ટોર્ચ વડે અને એમ્બ્યુલન્સ ની ટોર્ચ મારફતે દર્દીની સારવાર શરૂ કરી જરૂરી દવાઓ સાથે અમદાવાદ સ્થિત માર્ગદર્શન ડોકટર ની સલાહ અને એમના અનુભવ સુજબૂજ થી મહિલાની ડિલિવરી સફળ કરવી હતી જેમાં મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો.108 કર્મીએ જરૂરી ઇન્જેક્શન અને દવા આપી નજીકના જોટાણા સામુહિક કેન્દ્ર માં દાખલ કરવામાં આવ્યા હતા તેમજ પરિવાર જનોએ 108 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…