આધેડને પ્રાથમિક સારવાર આપી જીવ બચાવ્યો
અમદાવાદ એરપોર્ટ પર આધેડની તબિયત લથડતા CISF જવાનની સમયસૂચકતા વ્યક્તિનો જીવ બચાવ્યો છે. અવારનવાર લોકોને એરપોર્ટ, લગ્નમાં, નોકરી કરતા હોય તે સ્થળે મેડીકલ ઈમરજન્સીની જરૂર પડતી હોય છે. સમયસર પ્રાથમિક સારવાર ન મળે તો કોઈક વખત જીવ ગુમાવવાના પણ બનાવો બન્યા છે. અમદાવાદ એરપોર્ટ પર આજે એવો જ એક બનાવ બનવા પામ્યો હતો. જેમાં અમદાવાદ એરપોર્ટ પર આધેડને અચાનક છાતીમાં દુઃખાવો અને ગભરામણ થતા એરપોર્ટ પર હાજર CISFના જવાન દ્વારા તાત્કાલિક આધેડને પ્રાથમિક સારવાર આપી આધેડનો જીવ બચાવ્યો હતો. ત્યારે આધેડને સમયસર સારવાર મળતા આધેડનો જીવ બચી જવા પામ્યો હતો. આધેડે CISFના જવાનનો આભાર માન્યો હતો.
અમદાવાદ એરપોર્ટ પર CISF જવાનની સમય સૂચકતા
આધેડની તબિયત બગડતા આપી પ્રાથમિક સારવાર
સમયસર સારવાર મળતા આધેડનો જીવ બચ્યો #Gujarat #NewsUpdate #Ahmedabad #CISF pic.twitter.com/PAq6WMymjR— News18Gujarati (@News18Guj) December 21, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad Airport Runway, Ahmedabad news, Gujarat News