Friday, December 2, 2022

"હવે અમેરિકા પહેલા જેટલું સુરક્ષિત નથી", અમેરિકાના 10 મિત્ર દેશોની પોતાના નાગરિકોને સલાહ

ભારતમાંથી સૌથી વધારે લોકો અમેરિકા (US) જાય છે. ભારતીયોને હંમેશા અમેરિકાની ચકાચૌંધ આકર્ષી રહી છે. અને, અમેરિકામાં બનતી ક્રાઇમની ઘટનાઓમાં અગાઉ ઘણા ભારતીયો ભોગ બની ચૂક્યા છે.

હવે અમેરિકા પહેલા જેટલું સુરક્ષિત નથી, અમેરિકાના 10 મિત્ર દેશોની પોતાના નાગરિકોને સલાહ

અમેરિકન રાષ્ટ્ર ધ્વજ (ફાઇલ)

અન્ય દેશોમાં હુમલાની ઘટનાઓ અને ક્રાઇમ બાબતે અમેરિકા છાશવારે પોતાના નાગરિકોને સુરક્ષા માટે સલાહ આપતું રહે છે. અમેરિકા હંમેશા પોતાના પ્રવાસી નાગરિકોને વિવિધ સ્તરોની સલાહ આપે અને એડવાઇઝરી પણ જાહેર કરે છે. પરંતુ, હવે અમેરિકામાં જ ક્રાઇમ રેટ વધવાની સાથે જ તેના મિત્ર દેશોમાં ચિંતાનો માહોલ છે. અમેરિકામાં છાશવારે બનતી ફાયરિંગની ઘટનાઓ બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

અમેરિકાના 10 જેટલા મિત્ર દેશોએ એક એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં ઓસ્ટ્રેલિયા, જાપાન, ફ્રાન્સ, બ્રિટન, ઇઝરાયેલ સહિતના 10 દેશો દ્વારા જાહેર કરવામાં આવી છે. આ એડવાઇઝરીમાં આ દેશોએ પોતાના નાગરિકોને સુરક્ષિત રહેવા અને સાવચેત રહેવા સલાહ આપી છે. આ એડવાઈઝરીમાં કહેવાયું કે હવે અમેરિકામાં પહેલા કરતા વધારે હિંસક ઘટનાઓ બની રહી છે. જોકે, આ ઘટનામાં પ્રવાસીઓને ટાર્ગેટ કરાતા નથી. પરંતુ, નાગરિકોએ સાવચેત રહેવું અનિવાર્ય છે. આવી હિંસક ઘટનાઓમાં વિદેશી નાગરિકો મોટાપ્રમાણમાં ભોગ બની રહ્યા છે. આવી ઘટનાઓમાં અનેક ભારતીયો પણ હણાઇ ચુકયા છે. પરંતુ, ભારત સરકારે હજુ આ અંગે કોઇ એડવાઇઝરી જાહેર કરી નથી.

જાણો અમેરિકાના મિત્ર દેશોએ એડવાઇઝરીમાં શું કહ્યું ?

1) Australia: લોકોને કહેવામાં આવે છે કે અમેરિકામાં હથિયાર રાખવાની સ્વતંત્રતા છે. ફાયરિંગ ગમે ત્યાં થઈ શકે છે.

2) Canada:  અમેરિકામાં પ્રવાસીઓ ટાર્ગેટ નથી, પરંતુ ખોટી જગ્યાએ પકડાઈ શકે છે. યુએસ-મેક્સિકો સરહદ પાર કરતી વખતે ડ્રગ હેરફેર, ગુનેગારોને ટાળો.

3) Britain: અજાણ્યા વિસ્તારોમાં શૂટિંગ કરવામાં સાવચેત રહેવાની સલાહ, રાત્રે એકલા બહાર જવાનું ટાળો.

4) japan : જો તમે ક્રોસ-ફાયરમાં પકડાઈ જાવ તો તમને જણાવવામાં આવે છે કે કેવી રીતે બચવું.

5) Israel: આતંકવાદી ઘટનાઓ વિશે ચેતવણી, જોકે, તે સામાન્ય છે.

6) New Zealand: નાગરિકોને તેઓ જે વિસ્તારની મુલાકાત લેવા માગે છે. તેની સંપૂર્ણ માહિતી રાખવા માટે કહે છે.

7) France: યુ.એસ.માં મુસાફરી કરતા તેના નાગરિકોને યુ.એસ.માં કારજેકીંગ અને શહેરી વિસ્તારોની ઘટનાઓ વિશે ચેતવણી આપે છે.

8) Germany: નાગરિકોને કહે છે કે અમેરિકામાં બંદૂકનો ઉપયોગ વધુ છે. આવી સ્થિતિમાં મેળાવડા અને પોલીસ અથડામણથી દૂર રહો.

9) Mexico: નાગરિકોને હંમેશા પાસપોર્ટ, ફોટો આઈડી સાથે રાખવાની સલાહ આપવામાં આવી છે.

ભારતે આ બાબતે કોઇ એડવાઈઝરી જાહેર કરી નથી, જોકે અમેરિકાએ આ વર્ષે 4 એલર્ટ જાહેર કર્યા છે

ભારતમાંથી સૌથી વધારે લોકો અમેરિકા જાય છે. ભારતીયોને હંમેશા અમેરિકાની ચકાચૌંધ આકર્ષી રહી છે. અને, અમેરિકામાં બનતી ક્રાઇમની ઘટનાઓમાં અગાઉ ઘણા ભારતીયો ભોગ બની ચૂક્યા છે. આમછતાં, હજુ સુધી ભારત દ્વારા કોઇ પોતાના નાગરિકોને કોઇ સૂચના આપી નથી. બીજી તરફ, અમેરિકા તેના નાગરિકોને ભારત પ્રવાસ કે મુલાકાતને લઈને સાવધાની વર્તવા કહી રહ્યું છે. અમેરિકા દ્વારા ઓક્ટોબર મહિનામાં આતંકી ઘટનાઓ અંગે એડવાઈઝરી જાહેર કરી હતી. ત્યારબાદ અમેરિકાએ પોતાના નાગરિકોને જમ્મુ-કાશ્મીરની યાત્રા ટાળવાની સલાહ આપી હતી. અમેરિકાએ આ વર્ષમાં 4 વખત એડવાઈઝરી જાહેર કરી છે.