10th Vadodara Heritage Marathon 2023 will be held, more than 1 lakh runners will participate...vnd – News18 Gujarati
રાજ્યના મુખ્યપ્રધાન કરાવશે ફ્લેગ ઓફ
10મી વડોદરા મેરેથોન દોડવીરો માટે એક અનોખી બનશે કરણ કે તે વડોદરા અને સંસ્કૃતિક વારસાની ઉજવણી કરવામાં આવશે. આ મેરેથોનમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગૃહ, રમતગમત, સાંસ્કૃતિક અને યુવા પ્રધાન હર્ષ સંઘવી સવારે 5.30 કલાકે 42.2 કિલોમીટરની ફૂલ મેરેથોન અને 21.1 કિલોમીટર ની હાફ મેરેથોન સાથે 10 કિલોમીટર ની ક્વાર્ટર મેરેથોનને બંને મહાનુભાવો દ્વારા ફ્લેગ ઓફ કરાવવામાં આવશે.
દોડવીરો માટે હેરિટેજ મેરેથોન અનોખી બનશે:
ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની વડોદરા તેના સ્થાપત્ય અને પુરાતત્વીય વારસા માટે જાણીતી છે. ત્યારે વડોદરા મેરેથોનનો રૂટ વડોદરા શહેરની હેરિટેજ બિલ્ડીંગ પ્રતાપ નગર હજીરા, માંડવી ગેટ, ન્યાય મંદિર અને સુરસાગર નજીકથી પસાર થાય છે. વડોદરા શહેરની વિરાસત જાણતા આ માર્ગો પર દોડવું એ દોડવીરો માટે એક અનોખી અનુભવ બની રહેશે. કારણકે વડોદરાની વિવિધ વિરાસતોમાં તમામ દોડવીરો પસાર થઇ પોતાની સંસ્કૃતિ અને વિરાસ્તને નિહાળી પોતાની મેરેથોનને આગવી ઓળખ આપશે.
1 લાખથી વધુ દોડવીરો દોડશે:
વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન દેશની ટોપ ટેન સૌથી મોટી મેરેથોન તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન આવી રહ્યા છે. સાથે જ આ વર્ષે એક લાખથી વધુ દોડવીરો આ ઇન્ટરનેશનલ મેરેથોનમાં ભાગ લેશે અને આ માઇલ સ્ટોન આવૃત્તિ એ સૌથી મોટી હેરિટેજ મેરેથોન પૈકીની એક બની રહેશે તેવું મેરેથોન આયોજકો કહી રહ્યા છે. હાલમાં ખૂબ જ મોટી સંખ્યામાં મેરેથોનમાં ભાગ લેવા માટે દોડવીરો રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે.
વિવિધ કેટેગરીમાં યોજાશે મેરેથોન:
વડોદરા મેરેથોનમ 42.2 કિલોમીટરની ફૂલ મરેરેથોન યોજાશે. જે શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતેથી ફ્લેગ ઓફ કરશે. જેનો રૂટ નવલખી મેદાન, જયુપીટર ક્રોસ રોડ, સુસેન સર્કલ, બરોડા ડેરી સર્કલ, ચોખંડી ચાર રસ્તા, માંડવી ગેટ, સંગમ ચાર રસ્તા, મુક્તાનંદ સર્કલ, અકોટા દાંડિયા બજાર સર્કલ, ગાય સર્કલ, ઇસ્કોન સર્કલ, પ્રિયા થિયેટર થઈ શિવાય ફાર્મથી રિટર્ન થઈ પરત નવલખી ખાતે સમાપન થશે.
સાથે 21.1 કિલોમીટરની હાફ મેરેથોનની શરૂઆત નવલખીથી શરૂ થશે સાથે 10 કિલોમીટર ની ક્વાર્ટર મેરેથોન પણ નવલખી મેદાનનથી શરૂ થઈ ત્યાંજ પૂર્ણ કરવામાં આવશે. તમામ રૂટ પર એમ્બ્યુલન્સ, મેડિકલ, હાઇડ્રો સ્ટેશન, ટોઇલેટ્સ, શાવર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે જેથી કોઈ પણ દોડવીરને કોઈ પણ મુશ્કેલી હોય તો તાત્કાલિક નિવારણ લાવી શકાય.
વડોદરા મેરેથોન ચેરપર્સન શુ કહે છે:
આ અંગે ચેરપર્સન તેજલ અમીને જણાવ્યું હતું કે આ મેરોથોન 8મી જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આની શરૂઆત 2009માં રાજ્યના મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું અને આ વર્ષે પણ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ફ્લેગ ઓફ કરશે.
આ મેરેથોનમાં ગાયકવાડ નગરી હોઈ વડોદરા હેરિટેજ તરીકે જાણીતી બનશે અને ઐતિહાસિક ઇમારતો અને હેરિટેજ ઇમારતો પાસેથી આ દોડવીરો પસાર થશે. સાથે વડોદરા શહેર પોલીસ અને વડોદરા મહાનગરપાલિકાનો ખુબ મોટો સહકાર મળી આ મેરેથોનને સફળ બનાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિવિધ નામાંકિત વ્યક્તિઓ પણ ફેન રન કેટેગરીમાં જોડાશે. અહી www.vadodaramarathon.com રજીસ્ટ્રેશન કરાવી શકાય છે.
તમારા શહેરમાંથી (વડોદરા)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Post a Comment