એકતાનગરમાં એકસાથે 20 ઇ-રિક્ષા બળીને ખાખ, પ્રવાસીઓ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી
20 જેટલી ઇ-રિક્ષા બળીને ખાખ
મળતી માહિતી પ્રમાણે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પ્રવાસીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઇ-કાર અને ઇ-રિક્ષાની સુવિધા આપવામાં આવે છે. અહીં 100 જેટલી પિંક ઇ-રિક્ષાની સુવિધા ઉપલબ્ધ છે. ત્યારે ગઈકાલે રાતે આ તમામ ઇ-રિક્ષાને ચાર્જિંગમાં મૂકવામાં આવી હતી. ત્યારે એકસાથે 23 રિક્ષાઓમાં અચાનક આગ લાગી ગઈ હતી. માત્ર ગણતરીની મિનિટોમાં જ આગ ફેલાઈ ગઈ હતી અને 20 જેટલી ઇ-રિક્ષા બળીને ખાક થઈ હતી. જો કે, તેમાંથી સદ્નસીબે 5 જેટલી ઇ-રિક્ષા સુરક્ષિત બચી ગઈ હતી.આ પણ વાંચોઃ ગોંડલના વાળધરી-કોલીથડ વચ્ચે કાર પલટતા ગમખ્વાર અકસ્માત
ઇ-રિક્ક્ષા જીવતો બોમ્બ
મહત્ત્વનું છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ જો પ્રવાસીઓ હોત અને આવી દુર્ઘટના ઘટે તો ચોક્કસ મોટાપાયે જાનહાનિ થઈ શકે. આ દુર્ઘટના બાદ એવું કહી શકાય કે, પિન્ક ઓટો ઇ-રીક્ષા કેવડિયામાં એક જીવતો બૉમ્બ છે અને હજુ પણ ફરી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટના બાદ તંત્રની પોલ ખૂલી ગઈ છે. તંત્રની બિનગુણવત્તાયુક્ત ઇ-રિક્ષાને કારણે જ દુર્ઘટના સર્જાઈ છે તે વાતમાં શંકાને સ્થાન નથી.
આ પણ વાંચોઃ અમદાવાદમાં SOGએ સિંધુભવન રોડ પરથી બે ડ્રગ્સ પેડલર પકડ્યાં
પહેલાં પણ આવી ઘટના બની હતી
છેલ્લા એક વર્ષથી અહીં ઇ-રિક્ષા ફરે છે. અગાઉ પણ આવી જ એક ઘટના બની હતી. જેમાં એક ઇ-રિક્ષા ભડભડ સળગી ઊઠી હતી અને ફરીવાર એકસાથે 23 ઇ-રિક્ષા સળગી ઊઠી છે. આ રીક્ષા સ્ટેન્ડ પર 76 જેટલી રીક્ષાઓ પાર્ક કરવામાં આવે છે અને એક પછી એક તેને ચાર્જ કરવામાં આવે છે. બીજો પોઇન્ટ સત્તામંડળની કચેરી ખાતે એકતા મોલ પાસે છે. ત્યારે હાલ આ દુર્ઘટના બાદ એટલું ચોક્કસ કહી શકાય કે એકતાનગરમાં ગુલાબી જીવતા બોંમ્બ ફરી રહ્યા છે જે ક્યારે પણ મોટી દુર્ઘટના સર્જી શકે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: E-rickshaws, Electric car, Kevadiya, Kevadiya Colony, Kevadiya electric vehicle city, Statue of unity
Post a Comment