Monday, December 19, 2022

મોરબી અને હળવદમાં જાહેરમાં જુગાર રમતા 11 પતાપ્રેમીઓ ઝડપાયા, 2 ફરાર | 11 gamblers caught gambling in public in Morbi and Halwad, 2 absconding

મોરબી14 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં પોલીસે દરોડો પાડીને જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને 68 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. તો રેડ દરમિયાન બે આરોપીઓ નાસી જતા બંને વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તો અન્યમાં મોરબી શહેરના વાવડી રોડ પર જાહેરમાં જુગાર રમતી પાંચ મહિલાઓ સહિત છ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે.​​​​​​​

જાહેરમાં જુગાર રમતાની બાતમી મળી
હળવદ પોલીસ ટીમ પેટ્રોલીગમાં હતી, તે દરમિયાન ચરાડવા ગામની સીમમાં જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા વશરામ માકસણા, મુકેશ માકાસણા, રણછોડ સોનગ્રા, રમેશ જોબનપુત્રા રહે. ચારેય ચરાડવા તા. હળવદ અને શૈલેશ રતિલાલ પુજારા રહે. સુથાર શેરી હળવદ એમ પાંચ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ રૂ.18,600,02 બાઈક જેની કિંમત રૂ.40,000 અને 2 મોબાઈલ જેની કિંમત રૂ.10,000 સહિત કુલ 68,600નો મુદામાલ જપ્ત કર્યો છે. તો રેડ દરમિયાન આરોપી મહેશ વાઘેલા રહે. સુથાર શેરી હળવદ અને ગોરધન ચતુર માકાસણા રહે. અવની સોસાયટી મોરબી એમ બે આરોપીઓ નાસી ગયા હતા. જેથી બંને વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.​​​​​​​​​​​​​​

6 પત્તાપ્રેમી મહિલા રંગેહાથ ઝડપાય
​​​​​​​
બીજા દરોડામાં મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગરમાં જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો. જેમાં જાહેરમાં જુગાર રમતા હેમત બદ્ર્કીયા, દયાબેન દેત્રોજા, ભાવનાબેન બુદ્ધદેવ, દિવ્યાબેન પંચાસરા, સોનીબેન પરમાર અને ક્રિષ્નાબેન પરમાર એમ છને ઝડપી લીધા હતા. જેમની પાસેથી રોકડ રકમ રૂ.14,910 જપ્ત કરી તમામ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…