નવસારી9 મિનિટ પહેલા
- કૉપી લિંક
નવસારી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી લઘુતમ તાપમાનમાં ઘટાડો થતા ઠડીનું જોર વધ્યું છે. પાંચ દિવસમાં તાપમાન 10 થી 12 ડિગ્રી સુધી નોંધાયું હતું. મગળવારે લઘુતમ તાપમાન 12.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે બુધવારે તેમાં 0.5 ડિગ્રીનો ઘટાડો થઈ લઘુતમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું હતું.
નવસારી કૃષિ યુનિવર્સિટીના મોસમ વિભાગેથી મળતી માહિતી મુજબ બુધવારે મહતમ તાપમાન 31 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 100 ટકા નોંધાયું હતું. બપોરે તેમાં ઘટાડો થતા 41 ટકા નોંધાયું હતું. ઠંડા પવનો પણ પ્રતિ કલાકે 4.1 કિમીની ઝડપે ફૂંકાયા હોવાની માહિતી મોસમ વિભાગે આપી હતી.
મળતી માહિતી મુજબ શનિવારે 10. રવિવારે 10.6, સોમવારે 12.3 ડિગ્રી અને મંગળવારે લઘુતમ તાપમાન 12.3 તેમજ બુધવારે 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જિલ્લાવાસીઓ શીત લહેરનો સામનો કરી રહ્યા છે. પાંચ દિવસથી શિયાળો મધ્યાહને હોય તેમ લાગી રહ્યું છે. લોકોએ ઠડીથી બચવા ગરમ વસ્ત્રો પહેરી રહ્યા છે. શિયાળાની ઋતુમાં મોર્નીગ વોક શરીર માટે ફાયદાકારક હોય લોકોની સંખ્યા મોર્નીગ વોકમાં વધી રહી છે.