ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાની લાલચ આપી હતી
સુરતમાં અલગ અલગ રોકાણ કરવાની લોભામણી જાહેરાતોમાં અનેક લોકોના રૂપિયા ડૂબ્યાં હોય તેવી અનેક ઘટના સામે આવે છે. તેવામાં સુરતના વરાછા વિસ્તારમાં રહેતા બિલ્ડર ગૌરવ ભાઈને તેમના બનેવી હસ્તક નિશિથ જેઠવા નામના યુવક સાથે મુલાકાત થઈ હતી. નિશિતે જણાવ્યું હતું કે, પોતે સોફ્ટવેર એન્જિનિયર છે. જો કે, આ સાથે તે ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ કરે છે. હાલમાં ક્રિપ્ટો કરન્સીમાં સારો એવો નફો થાય છે. જેથી રોકાણ કરવામાં સારી તક છે, તેવી વાત કરી નિશિતે 1.72 લાખ ઉછીના લીધા હતા. જો કે, આ રૂપિયા નિશિતે ગૌરવને ચૂકવી દીધા હતા. જો કે, ત્યારબાદ ગૌરવને રોકાણ કરવાથી ડબલ નફો થશે તેવી લાલચ આપી 15 લાખ લઈ નોટરી સમક્ષ લખાણ કરી આપ્યું હતું.આ પણ વાંચોઃ સુરતમાં હીરા વેપારીને લૂંટનારા 5 આરોપી ઝડપાયા
સર્વર ડાઉન હોવાનું કહીને ફરાર થઈ ગયો
ગૌરવે નિશિતને પૂછ્યું હતું કે, આ રૂપિયા ક્યાં રોકાણ કર્યા છે. જેથી નિશિતે આ રૂપિયા બાયનાન્સના ફ્યુચર ટ્રેડિંગમાં રોકાણ કર્યા હોવાનું જણાવ્યું હતું. થોડાં સમય બાદ ગૌરવે નિશિતને 15 લાખ રૂપિયા પોતાના આઈડીમાં ટ્રાન્સફર કરવા કહ્યું હતું. જો કે, હમણાં ભાવ ડાઉન હોવાનું નિશિતે જણાવ્યું હતું. વધુ રોકાણથી સારા નફાની લાલચ આપી રોકાણ કરવા ગૌરવે નિશિતને વધુ 20 લાખ આપ્યા હતા. ત્યારબાદ ગૌરવે રૂપિયા માંગતા સર્વર ડાઉન છે. તેવા અનેક વાયદાઓ કરી રાતોરાત ઘર છોડી ભાગી ગયો હતો. જો કે, ગૌરવે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ઇકોસેલે આરોપી નિશિતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Crypto currency, Cryptocurrency market, Surat crime news, Surat Cyber Crime, Surat news, Surat police, ક્રિપ્ટોકરન્સી cryptocurrency