મોંઘવારી વધીને ગેસ સિલિન્ડર 1200 અને પેટ્રોલ 100ને પાર; કેટલાક લોકો આણે આમ ને પેલાએ આમ કહ્યું કર્યા રાખે છે | sachin pilot say on Inflation rises, gas cylinder, petrol price hike in ahemdabad

એક કલાક પહેલા

  • કૉપી લિંક

સચિન પાઈલટે અમદાવાદના અમરાઈવાડીમાં એક સભાને સંબોધી હતી અને કોંગ્રેસના પક્ષમાં મતદાન કરવા લોકોને અપીલ કરી હતી. પાઈલટે જણાવ્યું હતું કે, દેશમાં અત્યારે ભાજપની સરકાર છે, કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. 2019માં જ્યારે પુનઃ ચૂંટણી થઈ હતી, ત્યારે ધમભાઈ માત્ર થોડા માર્જિન માટે રહી ગયા હતા. આ વખતનો માહોલ જોઈને લાગે છે કે, આ વખતે ફરીથી ધમભાઇને તમે ભારે બહુમતીથી જીતાડશો.

હજી પુરા ગુજરાતમાં અને રાજ્યમાં જ ચર્ચા થઈ રહી છે, તેમાં દલિતની અને મધ્યમ વર્ગના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ. આજે બધી જગ્યાએ ખૂબ જ મોંઘવારી વધી છે. ગેસનો સિલિન્ડર 1100-1200, પેટ્રોલ 100 રૂપિયા અને પાર કરી ગયું છે. દિલ્હીમાં અને ગાંધીનગરમાં જે લોકોને સત્તાની ચાવી આપવામાં આવી છે, તે લોકો માત્ર પ્રચાર કરીને માહોલ બનાવીને જાહેરાતો અને વોટ્રસએપ દ્વારા લોકોને પ્રભાવિત કરી રહ્યા છે. આજે દેશમાં કે પ્રદેશમાં જે ચૂંટણી હોય તેમાં રોજગાર ઉદ્યોગ અને લોકોને આગળ વધવાનો જે મોકો મળ્યો તેને લઈને ચૂંટણીના વિષયો હોવા જોઈએ. પરંતુ અમુક લોકો એવું ઈચ્છે છે કે ચૂંટણી આવા મુદ્દાઓથી હટી જાય. પરંતુ અમુક લોકો મને શું કહી દીધું, તેણે શું કહી દીધું એવા સ્વાભિમાનમાં જ રહીને ચૂંટણી લડી રહ્યા છે.

દેશમાં અને પ્રદેશમાં મોંઘવારી ક્યારે ઓછી થશે? લાખો લોકો કુપોષણથી મળી રહ્યા છે. નોટબંધી અને જીએસટી અહીં લાગૂ કરી દેવામાં આવી. ગુજરાતના લોકો વારંવાર મંત્રીઓ બદલી રહ્યા છે અને એમને નો રિપીટ કરીને તેમની ટિકિટ પણ કાપવામાં આવે છે, તો તમે લોકો સવાલ કોને પૂછશો? હિમાચલ પ્રદેશમાં હમણાં ચૂંટણી ગઈ, ત્યાં અમે ખૂબ જ સારી રીતે પ્રચાર કર્યો છે અને બહુ જનમતથી અમે ત્યાં સરકાર બનાવશું

રાહુલ ગાંધી પુરા ભારતમાં ભારત જોડે યાત્રા કરી રહ્યા છે, પરંતુ એનાથી પણ ઘણા બધા લોકોને તકલીફ થઈ રહી છે. ભાજપના લોકોને આ યાત્રાથી ખૂબ જ તકલીફ થઈ રહી છે, કારણ કે લાખો લોકો આ યાત્રામાં જોડાઈ રહ્યા છે. લોકોને એટલું જ કહેવા માંગે છે કે આ વખતે પંજાને વોટ આપો. પરિવર્તન લાવી કોંગ્રેસ સરકારને લાવો.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post