Vijay Hazare Trophy નો ચેમ્પિયન કોણ છે? ફાઈનલમાં મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર વચ્ચે ટક્કર

ફાઈનલ મેચ મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર વચ્ચે છે. મહારાષ્ટ્રની ટીમની આ પ્રથમ ફાઈનલ હશે. બીજી તરફ સૌરાષ્ટ્ર માટે વિજય હજારે (Vijay Hazare Trophy)ની ફાઈનલમાં રમવાની આ ત્રીજી તક હશે.સેમીફાઈનલ મેચમાં જીત મેળવ્યા પહેલા ગ્રુપ સ્ટેજમાં આ બંન્ને ટીમે પોત પોતાના ગ્રુપમાં ટોપ પર રહી હતી.

Vijay Hazare Trophy નો ચેમ્પિયન કોણ છે? ફાઈનલમાં મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર વચ્ચે ટક્કર

સેમીફાઈનલમાં આવી રીતે જીત્યું મહારાષ્ટ્ર-સૌરાષ્ટ્ર

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter

વિજય હજારે ટ્રોફીની ચેમ્પિયન કોણ ? સવાલ મોટો છે પરંતુ જવાબ થોડી જ કલાકોમાં મળશે. ફાઈનલની ટક્કર મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર છે. મહારાષ્ટ્રની ટીમની આ પ્રથમ ફાઈનલ હશે. તો સૌરાષ્ટ્ર માટે વિજય હજારેની ફાઈનલમાં રમવાની આ ત્રીજી તક હશે. 50 ઓવરની આ ટૂર્નામેન્ટની ફાઈનલ જોવાની મજા આવશે. સૌરાષ્ટ્રની પાસે ગત્ત ફાઈનલ રમવાનો અનુભવ છે પરંતુ મહારાષ્ટ્રની પાસે હાલનું ફોર્મ છે. તેના ખેલાડીઓ ખાસ કરીને ઋતુરાજ ગાયકવાડનું બેટ તોફાન મચાવી રહ્યું છે.

આ વખતે વિજય હજારે ટ્રોફીને ચેમ્પિયન નવી મળશે કે પછી પહેલા ચેમ્પિયન બની ચૂકેલી ટીમ ચેમ્પિયનની ટ્રોફી ઉઠાવશે. તે ટુંક સમયમાં જ સામે આવશે. સૌરાષ્ટ્રની આ ત્રીજી ફાઈનલ હશે. આ પહેલા વર્ષે 2007-08માં બંગાળને હરાવી તેમણે ખિતાબ જીત્યો હતો. જ્યારે વર્ષે 2017-18માં કર્ણાટકના હાથે વિજેય હજારે ટ્રોફીની ફાઈનલમાં તેને હાર મળી હતી.

સેમીફાઈનલમાં આવી રીતે જીત્યું મહારાષ્ટ્ર-સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્રે ટૂર્નામેન્ટની પ્રથમ સેમીફાઈનલ રમી હતી. જ્યાં તેને 4 વખતની ચેમ્પિયન કર્ણાટકે 5 વિકેટથી હાર આપી હતી. ત્યારબાદ ટૂર્નામેન્ટની બીજી સેમીફાઈનલ મહારાષ્ટ્ર અને આસામ વચ્ચે રમાય હતી. આ મેચમાં હાઈ સ્કોરિંગ રહ્યો હતો. જેમાં મહારાષ્ટ્રે 12 રનથી જીત મેળવી હતી. આવી રીતે બંન્ને ટીમે ફાઈનલની ટિકિટ મેળવી હતી.

ફાઈનલમાં દેખાડશે દમ

સેમીફાઈનલ મેચમાં જીત મેળવ્યા પહેલા ગ્રુપ સ્ટેજમાં આ બંન્ને ટીમે પોત પોતાના ગ્રુપમાં ટોપ પર રહી હતી. સતત જીતથી બંન્ને ટીમને વિજય હજારે ટ્રોફીની ચેમ્પિયન બનવાની આશા છે. આ આશા સાથે તે ફાઈનલ ટક્કરમાં બંન્ન્ ટીમ જોવા મળશે.

Previous Post Next Post