Monday, December 19, 2022

પંચમહાલના વનવિભાગે નવતર અભિગમ શરૂ કર્યો; દૈનિક 15થી 20 કિલો કોકોપીટનું ઉત્પાદન કરે છે | Panchmahal Forest Department started a novel approach; Produces 15 to 20 kg of cocopeat daily

પંચમહાલ (ગોધરા)20 મિનિટ પહેલા

પંચમહાલ જીલ્લાના પવિત્ર યાત્રાધામ એવા પાવાગઢ ખાતે હજારો લાખોની સંખ્યામા યાત્રાળુઓ આવે છે. ત્યારે અહિ મંદિર સહિતના સ્થાનકો પર નાળિયેર ચઢાવવામા આવે છે. જેના છોળાકુચા આસપાસ નાખવામા આવે છે તેના કારણે ગંદકી પણ થાય છે. આ મંદિર પરિસરની આસપાસ ગંદકી ના થાય અને આ કુચાનો ઉપયોગ પણ થાય તે સાથે વનવિભાગ દ્વારા એક નવીન પ્રયોગ હાથ ધરાયો છે. જો તમે પણ નર્સરીમાં વૃક્ષોના છોડ ઉગાડવા માંગો છે તો જાણો આ નવતર અભિગમ વિશે…

શ્રીફળના છોતરાંથી કોકોપીટ બનાવાય છે
પાવાગઢ ખાતે આવતા ભક્તો મહાકાળીના ચરણોમાં શ્રીફળનો ચઢાવો ચઢાવતા હોય છે. શ્રીફળના છોતરાં-કુચા ગમે ત્યાં ખુલ્લામાં નાખી દેતા હોય છે અને આ છોતરાં-કુચાની સફાઈ દરમિયાન તેને સળગાવી દેવામાં આવતા હોય છે. જેના કારણે જંગલમા આગ લાગવાના પણ બનાવો બને છે. ત્યારે આ આગને બુઝાવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડે છે. જીલ્લાના વન સંરક્ષક દ્વારા સમગ્ર બાબતનું ઘનિષ્ટ અધ્યયન કરવામાં આવ્યા બાદ એક નવતર અભિગમ શરુ કરવામાં આવ્યો છે. પાવાગઢ માંચી ખાતે બનાવવામાં આવેલા કોકોપીટ યુનિટ ખાતે લાવવામાં આવે છે અને અહીં આધુનિક મશીનો દ્વારા આ શ્રીફળના છોતરાં-કુચામાંથી કોકોપીટ (નારિયેળના કુચાનો ભૂકો) બનાવવામાં આવે છે.

દૈનિક 15થી 20 કિલો કોકોપીટનું ઉત્પાદન
આ કોકોપીટનો ઉપયોગ વન વિભાગ જાતે જ જીલ્લામાં આવેલી પોતાની નર્સરીઓમાં કરે છે. પાવાગઢ ડુંગર પરથી દૈનિક 40 મોટી બેગ શ્રીફળના છોતરાં-કુચા વન વિભાગ દ્વારા એકત્ર કરવામાં આવે છે અને માંચી ખાતે આવેલા કોકોપીટ યુનિટમાં લાવીને પ્રોસેસિંગ કરી તેમાંથી દૈનિક 15થી 20 કિલો કોકોપીટનું ઉત્પાદન કરવામાં આવે છે. જેમાં 1 કિલો કોકોપીટનો બજાર ભાવ 100થી 150 છે. જેનો ઉપયોગ ખાસ કરીને ફૂલ-છોડની નર્સરીઓમાં કરવામાં આવે છે.

આગની સમસ્યાના નિવારણ માટે કોકોપીટ યુનિટ શરુ કર્યું
ત્યારે પંચમહાલ જીલ્લામાં આવેલી વન વિભાગ હસ્તકની નર્સરીઓમાં પાવાગઢ ખાતે બનાવવામાં આવેલા કોકોપીટનો ઉપયોગ કરવામાં આવે છે. જેને લઈને વન વિભાગને દૈનિક અંદાજે રૂ.20 હજારનું ભારણ ઓછું થવા પામ્યું છે. તો બીજી તરફ પાવાગઢ ડુંગર ખાતે ગંદકી પણ ઓછી થવા પામી છે. જ્યારે આગ લાગવાના ભયથી પણ છુટકારો મળ્યો છે. પંચમહાલના એમ.એલ. મીણા વન સંરક્ષક જણાવે છે કે, પાવાગઢ ખાતે નારિયેળના છોતરાં-કુચા જે એકત્ર થતા હતા. તેમાં કોઈ દ્વારા સળગાવવામાં આવતા હતા અને જેને લઈને ડુંગરના જંગલમાં આગ લાગવા જેવી ઘટવા બનતી હતી. ત્યારે અમે આ સમસ્યાના નિવારણ માટે કોકોપીટ યુનિટ શરુ કરવામાં આવ્યું છે, જેમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: