સુરત27 મિનિટ પહેલા
- કૉપી લિંક
- 70,000 વેપારીઓના પ્રશ્ને પ્રોસેસર્સના નવા પેમેન્ટ ધારાનો નિર્ણય કરવા ફોસ્ટાની મિટીંગનો ફિયાસ્કો
નવા પેમેન્ટ ધારા બાબતે નિર્ણય કરવા ફોસ્ટાની મિટીંગમાં તમામ કાપડમાર્કેટના 70 હજાર વેપારીઓમાંથી માંડ 150 જેટલાં જ વેપારીઓ ઉપસ્થિત રહેતાં ફિયાસ્કો થયો હતો. બીજી તરફ ફોસ્ટાના 31માંથી 26 જેટલા ડિરેક્ટર ગેરહાજર રહ્યાં હતાં અને 15મી ડિસેમ્બર સુધીમાં પ્રોસેસર્સ દ્વારા પરિપત્ર પરત ખેંચવામાં નહીં આવે તો 16મી ડિસેમ્બરથી ફિનિશ કાપડની ડિલિવરી લેવામાં આવશે નહીં તેવો મિટીંગમાં નિર્ણય કરવામાં આવ્યો છે.
કમરતોડ ભાવ વધારો અને બીજી બાજુ કાપડ પ્રોસેસિંગ મિલોને સમયસર પેમેન્ટ મળે તે માટે સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસો. દ્વારા નવો પેમેન્ટ ધારો નક્કી કરાયો છે. જેમાં માત્ર 30 દિવસ પેમેન્ટ બાકી રખાશે અને બાદ 7 દિવસ સુધી 2 ટકા વ્યાજ લેવાશે. છતાં ટેક્સટાઈલ વેપારી દ્વારા પેમેન્ટ નહીં કરવામાં આવે તો ટાસ્ક ફોર્સ દ્વારા પેમેન્ટની ઉઘરાણી કરાશે. આ નિર્ણયને કારણે ટેક્સટાઈલના વેપારીઓ ઉકળી ઉઠ્યા છે અને પ્રોસેસર્સનો વિરોધ કરી રહ્યા હતાં. ત્યારે આ બાબતે નિર્ણય લેવા ફોસ્ટા દ્વારા મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, વેપારીઓ ન આવતા મિટીંગનો ફિયાસ્કો થઈ ગયો હતો.