16મી ડિસેમ્બરે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ચૂંટણી યોજાશે, 48 બેઠકો પૈકી 27 બેઠકો બિનહરીફ જાહેર | Hemchandracharya North Gujarat University election to be held on 16th December, 27 out of 48 seats declared uncontested

પાટણ7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની 16મી ડીસેમ્બરના રોજ યોજાનારી યુનિવર્સિટી કોર્ટ સેનેટનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જવા પામ્યું છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 22 ફોર્મ રદ થયા હતા. ત્યારે 48 બેઠકો પૈકી 27 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે.

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કોર્ટ સેનેટની ચૂંટણીની 48 બેઠકો માટે બે વિભાગમાં તા.16મી ડીસેમ્બરે ચૂંટણી યોજવાનું નકકી કરવામાં આવ્યું છે. જે અનુસંધાને યુનિવર્સિટી ખાતે 23મી નવેમ્બરના રોજથી ફોર્મ વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ઉમેદવારી ફોર્મ વિતરણના અંતિમ દિવસે યુનિવર્સિટીને 160 ફોર્મ મર્યા હતા. જે પૈકી ફોર્મની ચકાસણી હાથ ધરાતા 22 ફોર્મ રદ થયા હતાં. ત્યારે 138 ફોર્મ માન્ય રહ્યાં હતા. 48 બેઠકો માટે યોજાનારી આ ચૂંટણીમાં લો વિભાગની એક બેઠક ખાલી રહેવા પામી છે. ત્યારે 47 બેઠકો પૈકી દાંતાની બેઠક પર કુલ પાંચ ફોર્મ ભરાઇને આવ્યા હતા. જે પૈકી 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા આ બેઠક પર માત્ર બે ઉમેદવાર જેમાં શૈલેષ પટેલ અને દિલીપ ચૌધરી બીનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત 25 અન્ય ઉમેદવારોને પણ બિનહરીફ જાહેર કરવામાં આવતા 47 બેઠકો પૈકી 27 બેઠકો બીનહરીફ જાહેર કરવામાં આવી છે. જ્યારે આગામી 16મી ડીસેમ્બરના રોજ 20 ઉમેદવારો વચ્ચે ચૂંટણીજંગ યોજાશે. જેમાં અલગ અલગ વિભાગના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોના ભાવી નકકી કરશે.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post