Wednesday, December 28, 2022

ભાટસણ પગાર કેન્દ્ર શાળાના 18 વિદ્યાર્થીએ શિષ્યવૃત્તિ પરીક્ષામાં ભાગ લીધો, પાસ થયેલાને પ્રમાણપત્ર વિતરણ કરાયાં | 18 students of Bhatsan Pay Kendra School participated in the scholarship examination, certificates were distributed to those who passed.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • 18 Students Of Bhatsan Pay Kendra School Participated In The Scholarship Examination, Certificates Were Distributed To Those Who Passed.

પાટણ29 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રાથમિક-માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષાનું રાજ્યભરમાં આયોજન થયું હતું. જેમાં સરસ્વતી તાલુકાની ભાટસણ પગાર કેન્દ્ર શાળાના ધોરણ 6ના 18 જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો. જેમાં પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને શાળાની પ્રાર્થનાસભામાં શાળાના સ્ટાફ પરિવાર દ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.‌ આચાર્ય શૈલેષ સુથાર દ્વારા તમામને અભિનંદન આપવામાં આવ્યાં હતાં.
પરીક્ષાનો અનુભવ અને પ્રેક્ટિસ મળે છે
શાળાના શિક્ષક રાજેશ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવ્યું કે, શિષ્યવૃત્તિ પરીક્ષા આપવાથી પરીક્ષાનો અનુભવ અને પ્રેક્ટિસ મળે છે. પાસ થનારા 1થી 3 નંબરના મેરીટમાં આવનારા છાત્રોને શિષ્યવૃત્તિ પણ મળે છે. જ્યારે પાસ થનારા અન્ય છાત્રોને માર્કશીટ અને પ્રમાણપત્રો આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે…