20 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર મળશે. એક દિવસીય સત્રમાં વિધાનસભાના નવા અધ્યક્ષની વરણી થશે.

ગુજરાત વિધાનસભા (ફાઈલ ફોટો)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને અપક્ષના ઉમેદવારો ચૂંટાઇ આવ્યા છે. ત્યારે ચૂંટાયેલા આ પ્રતિનિધિઓ 19 ડિસેમ્બરે ધારાસભ્ય પદના શપથ લેશે. પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલ ધારાસભ્ય પદના શપથ લેવડાવશે. જે પછી 20 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર મળશે. એક દિવસીય સત્રમાં વિધાનસભાના નવા અધ્યક્ષની વરણી થશે. અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી, રમણ વોરા, ગણપત વસાવાના નામ ચર્ચામાં છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..