Friday, December 23, 2022

વાપીના ગુંજન હાઈવે પર કન્ટેનર પાછળ કાર ઘૂસી જતા અકસ્માત, 2 યુવકોને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા | Accident on Gunjan Highway in Vapi when a car rammed behind a container, 2 youths were injured and shifted to hospital

વલસાડ8 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વાપીના ગુંજન હાઇવે ઉપર વલસાડ તરફ જતા કન્ટેનર પાછળ કાર ધુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં વાંસદાના 2 યુવકોને ઈજાપહોંચી હતી. જેથી તેઓને 108 મારફતે હરિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. તેમજ અકસ્માતમાં કારનો કુરચો બોલી ગયો હતો.

કન્ટેનરના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતી કાર અથડાઈ
મુંબઈ તરફથી કાર નં. GJ-05-CL-7100 લઈને વાંસદા ખાતે રહેતા 41 વર્ષીય યશ મનુલાલ માહલા અને 45 વર્ષીય ભગતભાઈ ગણપતભાઈ વલસાડ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન વાપીના ગુંજન બ્રિજ આગળ કન્ટેનરના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતી યશની કાર અથડાઈ હતી. જેથી કન્ટેનર સાથે કારનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર યશ અને ભગતભાઈને ઇજાઓ પહોંચી હતી.

પોલીસે તપાસ હાથ ધરી
આ અકસ્માતની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકો ઇજાગ્રસ્ત લોકોની મદદે દોડી આવ્યાં હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનું પતરું તૂટી ગયું હતું. કન્ટેનરના પાછળના ટાયરને કાર અડી ગઈ હતી. કારમાં સવાર બન્ને યુવકોને ઈજા પહોંચતા સ્થાનિકોએ તાત્કાલિક 108ની ટીમની મદદ મેળવીને ઇજાગ્રસ્ત બંને શખ્સોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સ્થાનિક નીતિનભાઈ મોરિયા અને બિમલ મોદીની સતર્કતાને લઈને અકસ્માતમાં કારમાં ફસાયેલા બંને ઇજાગ્રસ્તોને કારના પાછળના દરવાજા વડે બહાર કાઢી 108ની મદદ વડે નજીકની હરિયા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. બનાવ અંગે વાપી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…