સુરત32 મિનિટ પહેલા
- કૉપી લિંક
- કોરોના ઠંડો થયો છતાં દર્દીઓને હજુ સુધી ધક્કા
- કંપનીએ ગાઈડલાઈનનો સહારો લીધો હતો
કોરોનાની અનેક લહેરો વચ્ચે જ્યાં લોકો સાજા થયા અને હોસ્પિટલોના લાંબાલચક બિલ સામે કે વીમા કંપનીઓની બિલ પાસ કરવાની આડોડાઈ સામે હજી ગ્રાહક કોર્ટમાં કાયદાકીય જંગ લડી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ફરિયાદીની પત્નીને કોરોના થયા બાદ રૂપિયા બે લાખનું બિલ થયું હતું પરંતુ વીમા કંપનીએ એક લાખનો જ વીમો પાસ કર્યો હતો આથી સમગ્ર મામલો કોર્ટમાં પહોંચતા ફરિયાદી તરફે એડવોકેટ નિલેશ નાવડિયાની દલીલો બાદ કોર્ટે બાકીની રકમ પણ ચૂકવી દેવાનો હુકમ કર્યો હતો.
કેસની વિગત મુજબ, કતારગામ ખાતે અરજદારની પત્નીની તબિયત બગડતા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં કોવિડનું નિદાન થતા તેમની સારવાર કરવામાં આવી હતી. તેઓ સાજા થતાં રજા આપવામાં ંઆવી હતી અને રૂપિયા 2 લાખનું બિલ હોસ્પિટલે ફટકારી દીધું હતું. દરમિયાન વીમા કંપનીએ આ બિલ પુરેપુરુ ચૂકવવાથી ઇન્કાર કરી દીધો હતો અને રૂપિયા એક લાખ જ પાસ કર્યા હતા અને બચાવ લીધો હતો કે પાલિકાની ગાઇડલાઇન મુજબ બીલ પાસ કર્યું છે. જો કે, કોર્ટમાં દલીલો બાદ કોર્ટે બાકીની રકમ ચૂકવવાનું કહ્યુ હતુ.