Wednesday, December 21, 2022

સ્કોર્પિયો કારમાં બેસીને આંગડિયા પેઢીની રેકી કરી અને મોકો મળતા જ 20 લાખની લૂંટ કરી | Sitting in a Scorpio car, he robbed the Angadia firm and looted 20 lakhs as soon as he got the chance.

અમદાવાદ2 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદના બાપુનગરમાં નવ દિવસ અગાઉ આંગડિયા પેઢીના કર્મચારીને બંદૂકની બતાવીને ૨૦ લાખની લૂંટ કરવામાં આવી હતી.લૂંટ બાદ આરોપીઓએ ભાગવા માટે હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. લૂંટ કરનાર ત્રણ આરોપીઓની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ છે ઘરપકડ કરી છે જ્યારે અન્ય એક આરોપી ફરાર છે તેની શોધખોળ ચાલી રહી છે.આરોપીઓએ ઝડપથી પૈસા કમાઈ લેવાની લાલચે લૂંટને અંજામ આપ્યું હતું.

બાપુનગર ડાયમંડ માર્કેટ ખાતે આવેલી અરુણ ચેમ્બર્સની સીડીમાં આંગડિયા પેઢીના કર્મચારી 20 લાખનો થેલો લઈને જઈ રહ્યા હતા ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ આંગડિયા પેઢીના કર્મચારીને બંદૂક બતાવી હતી. બંદૂકના ડરે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 20 લાખ રૂપિયા ભરેલો થેલો લઈને બે શખ્સો ભાગી રહ્યા હતા, ત્યારે આસપાસના લોકોને ડરાવવા માટે આરોપીઓએ હવામાં ફાયરિંગ પણ કર્યું હતું.જેનાથી લોકોમાં ભયનો માહોલ પણ ફેલાયો હતો. લૂંટ મામલે બાપુનગર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી ત્યારે સ્થાનિક પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી.

ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે અજિત સિંગ ગુર્જર, બંટી મુનશીરામ ગુર્જર અને વચનારામ રબારીની ઇસનપુર પાસેથી ધરપકડ કરી હતી.આરોપીઓ પાસેથી સ્કોર્પિયો ગાડી,ચોરી કરેલી બાઇક, 5,30,700 રોકડા સહિત 13,10,700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે ત્રણેય આરોપીઓએ અગાઉ કબુલસિંહ ગજુરામ નામના આરોપી સાથે મળીને સ્કોર્પિયો ગાડીમાં બેસીને બાપુનગર ડાયમંડ માર્કેટ પાસે રેકી કરી હતી.ત્યારબાદ કાર્ટૂસ સાથે કબુલસિંગને રાજસ્થાનથી બોલાવ્યો હતો. લુટના થોડા દિવસ પહેલા લૂંટ કરવા ઇસનપુર વિસ્તારમાંથી બાઈકની ચોરી કરી હતી અને ચોરી કરેલા બાઈક ઉપર જ આરોપીઓ લૂંટને અંજામ આપવા ગયા હતા.ઝડપથી પૈસા કમાવવા આરોપીઓએ લૂંટ કરી હોવાનું સામે આવ્યું છે.આરોપીઓની ધરપકડથી બાપુનગર અને ઇસપુરના 2 ગુનાનો ભેદ ઉકેલ્યો છે.ફરાર કબુલસિંગની ક્રાઈમ બ્રાન્ચે શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: