Wednesday, December 21, 2022

રાજકોટમાં એકસાથે માતા-પુત્રની મૈયત નીકળી, પુત્રના મોતના સમાચાર મળતાં જ ફાંસો ખાઈ આપઘાત કર્યો

રાજકોટઃ શહેરમાં પુત્રના નિધન બાદ માતાએ પણ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે. મળતી માહિતી પ્રમાણે, રાજકોટ શહેરના ચુનારાવાડ પાસે સાત દિવસ પૂર્વે 22 વર્ષે મુસ્લિમ યુવાને ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેને સારવાર અર્થે હોસ્પિટલે પણ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે સારવાર દરમિયાન પુત્રએ દમ તોડતા માતાએ પણ સમાચાર સાંભળ્યા બાદ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

પુત્રએ થોડા દિવસ પહેલાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો

સિરાજ ઇકબાલભાઈ સીદા નામના યુવકે ગત ચૌદમી ડિસેમ્બરના રોજ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન તેને બચાવવા માટે સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે તબીબો દ્વારા સિરાજને બચાવવા માટે અનેક પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવારના સાતમા દિવસે સવારે તેણે દમ તોડી દીધા સ્વજનો શોકમાં ગરકાવ જોવા મળ્યા હતા.આ પણ વાંચોઃ શિયાળામાં સ્પેશિયલ ટ્રેન દોડાવાનો લેવાયો નિર્ણય, જાણો ટાઇમ ટેબલ

માતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો

તો બીજી તરફ, સિરાજની માતા મુમતાઝ બહેનને સિરાજના સમાચાર મળતા તેણે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન તેણે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા. ત્યારે પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પણ પૂર્ણ કરવામાં આવી હતી. તો બીજી તરફ, મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે શહેરના સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ફેસબુકથી સંપર્કમાં આવેલી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યુ

એકસાથે બે મૈયત નીકળી

સૂત્રોના જણાવ્યા અનુસાર, આપઘાત કરનાર સિરાજ બે ભાઈઓમાં નાનો હતો. છૂટક કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. ત્યારે એક જ દિવસે પરિવારના બે-બે વ્યક્તિઓની મૈયત સાથે નીકળતા વિસ્તારમાં માતમનો માહોલ છવાઈ ગયો છે.

તમારા શહેરમાંથી (રાજકોટ)

Published by:Vivek Chudasma

First published:

Tags: Rajkot crime news, Rajkot News, Rajkot police

Related Posts: