Monday, December 26, 2022

રાજકોટમાં ઉજવાયો સ્વામિનારાયણ અમૃત મહોત્સવ 2022, લાખો લોકોએ લાભ પ્રાપ્ત કર્યો

Rajkot: સ્વામિનારાયણ સંપ્રદાયની રાજકોટ ગુરુકુળ શાખાએ સંસ્થાના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવનું આયોજન રાજકોટ ખાતે કરેલું હતું. જેમાં વિશાળ સાંસ્કૃતિક પ્રદર્શન, કૃષિ સંમેલન, વિષ્ણુયાગ યજ્ઞ સહિતના અનેક ધાર્મિક અને સામાજિક કાર્યો કરવામાં આવ્યા. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સહીત અનેક મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.