Wednesday, December 21, 2022

અમદાવાદના બાપુનગરમાં ધોળા દિવસે હથિયાર બતાવી 20 લાખની લૂંટ, ત્રણ આરોપીની ધરપકડ

અમદાવાદઃ શહેરના બાપુનગર વિસ્તારમાં ધોળા દિવસે 20 લાખની લૂંટ કરી નાસી જનાર ત્રણ આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે. આરોપી પાસે 5.30 લાખની રિકવરી પણ કરવામાં આવી છે.

20 લાખની રોકડ લૂંટીને ભાગ્યા હતા

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના બાપુનગર વિસ્તારમાં 12 ડિસેમ્બરના રોજ બાપુનગર ડાયમંડ માર્કેટમાં આવેલા અરુણ ચેમ્બર્સની સીડીમાં આ લૂંટનો બનાવ બન્યો હતો. આ લૂંટ કરનારા આરોપીઓ ભેગા મળી આંગડિયા પેઢીના કર્મચારી સામે ફાયરીંગ સહિત હથિયાર બતાવી અને એક રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. ત્યારબાદ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 20 લાખ રોકડ ભરેલો થેલાની લૂંટ કરવામાં આવી હતી.આ પણ વાંચોઃ કાગડાપીઠની ખાનગી હોસ્પિટલમાંથી માતા-પુત્રીની લાશ મળી

ક્રાઇમ બ્રાન્ચે તપાસના આદેશ આપ્યા હતા

થોડા દિવસે આ પ્રકારે બાપુનગર જેવા વિસ્તારમાં 20 લાખની લૂંટ થતા ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અમદાવાદ પોલીસ કમિશનરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આ સમગ્ર મામલે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનરની સૂચના પ્રમાણે રજની ટીમ દ્વારા સમગ્ર ગુનાની અને ટેક્નિકલ સરોવર લેન્સની મદદથી આરોપીઓને શોધવાનું પ્રયત્ન હાથ ધરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ 31મીની પાર્ટીઓ પહેલા દારૂના ભાવ વધ્યા

પોલીસે 5 લાખથી વધુ જપ્ત કર્યા

આ અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચની ટીમને 21 ડિસેમ્બરે સફળતા મળી હતી અને ઇસનપુર વિસ્તારમાંથી અજીતસિંઘ ઉર્ફે સંજય બંટી મુનશીરામ અને વચના રામ ઉર્ફે વિક્રમ રબારીને પકડવામાં આવ્યા છે. આ ત્રણેય આરોપીઓ મૂળ રાજસ્થાનના છે અને હાલમાં ઇસનપુરમાં રહે છે. આરોપી પાસેથી સ્કોર્પિયો કાર તથા ચોરી કરેલી રોકડ રકમ 5.30 લાખ ઉપરાંત મોબાઇલ ફોન કબજે કર્યો છે. આ ત્રણેય આરોપીઓએ કબૂલ સિંગ ગજુઆ ગામ ઉર્ફે રાજપાલ સાથે મળી રૂપિયા કમાઈ લેવાની લાલચે આ ગુનાનું કાવતરું હાથ ધર્યું હતું.

આ પણ વાંચોઃ પિતાનાં મિત્રએ જ સગીર દીકરીની વારંવાર લૂંટી ઇજ્જત

આંગડિયા પેઢીની રેકી કરવામાં આવી હતી

આ લૂંટ કરવા માટે રેકી કરવામાં આવી હતી અને રેકી કરવા માટે પણ ઇસનપુર વિસ્તારમાંથી ચોરી કરવામાં આવી હતી. લૂંટ માટે કબૂલસિંહને પિસ્તોલ તથા કારતૂસ સાથે રાજસ્થાનથી બોલાવવામાં આવ્યો હતો. આરોપીઓ દ્વારા આંગડિયા પેઢીની રેકી કરવામાં આવી હતી અને 12 ડિસેમ્બરે આ ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો. લૂંટ કરનારા ચાર આરોપીઓ પૈકી ત્રણ આરોપી પકડાઈ ગયા છે. જો કે, હજુ એક આરોપી પોલીસની પકડથી બહાર છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vivek Chudasma

First published:

Tags: Ahmedabad crime branch, Ahmedabad crime news, Ahmedabad news, Ahmedabad police

Related Posts: