Wednesday, December 21, 2022

પાટણ જિલ્લામાં બે લાખ હેક્ટર ઉપરાંત વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર, સમી પંથકમાં સૌથી વધુ 28 હજાર 150 હેક્ટરમાં ચણાનું વાવેતર | In addition to two lakh hectares in Patan district, sowing of rabi crops in the area, the highest cultivation of gram in 28 thousand 150 hectares in Sami Panthak.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • In Addition To Two Lakh Hectares In Patan District, Sowing Of Rabi Crops In The Area, The Highest Cultivation Of Gram In 28 Thousand 150 Hectares In Sami Panthak.

પાટણ41 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા મળતી માહિતી મુજબ, પાટણ જિલ્લામાં રવિ સીઝનમાં આશરે 2 લાખ 1 હજાર 765 વિસ્તારમાં જુદા જુદા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.

ચાલુ વર્ષે ઘઉં અને અન્ય પાકના વાવેતરમાં ઘટાડો
પાટણ જિલ્લામાં શિયાળાની ઋતુમાં હજુ જોઈએ તેવી ઠંડીનો ચમકારો અનુભવાયો ન હોવાથી ઘઉં સહિતના કેટલાક પાકો પર તેની અસર જોવા મળી રહી છે. જિલ્લામાં ગત વર્ષની તાલુકા તુલનાએ ચાલુ વર્ષે ઘઉં અને અન્ય પાકના વાવેતરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

સમી પંથકમાં સૌથી વધુ ચણાનું વાવેતર
પાટણ જિલ્લામાં ચાલુ શિયાળાની ઋતુમાં 38 હજાર 840 હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર થયું છે. જ્યારે 44 હજાર 50 હેક્ટર વિસ્તારમાં ચણાનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સમી પંથકમાં સૌથી વધુ 28 હજાર 150 હેક્ટરમાં ચણાનું વાવેતર થયું છે.
પાટણ અને સરસ્વતીમાં રાઈનું સૌથી વધુ વાવેતર
આ ઉપરાંત જિલ્લામાં 34 હજાર 693 હેકટર વિસ્તારમાં રાઈ અને 22 હજાર 329 હેક્ટરમાં જીરાનું વાવેતર કરાયું છે. જીરાના વાવેતરમાં સૌથી વધુ સાંતલપુર તાલુકા વિસ્તારમાં 13 હજાર 950 હેક્ટરમાં જીરું વવાયું છે. 8 હજાર 421 હેક્ટર વિસ્તારમાં સવા અને 5 હજાર 930 હેક્ટર વિસ્તારમાં તમાકુનું વાવેતર થયું છે. પાટણ અને સરસ્વતી વિસ્તારમાં રાઈનું સૌથી વધુ વાવેતર થયું છે. જિલ્લામાં 29 હજાર 692 હેક્ટરમાં ઘાસચારો પણ વાવવામાં આવ્યો છે.
સમી તાલુકામાં સૌથી વધુ વાવેતર કરાયું
જિલ્લામાં તાલુકા દીઠ વાવેતર વિસ્તાર પર નજર કરવામાં આવે તો સૌથી વધુ સમી તાલુકામાં 42 હજાર 55 હેક્ટર વિસ્તારમાં અને સાંતલપુર તાલુકા વિસ્તારમાં 30 હજાર 702 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. ત્યારબાદ રાધનપુર પંથકમાં 23 હજાર 700 હેક્ટરમાં અને પાટણ તેમજ ચાણસ્મા તાલુકા વિસ્તારમાં 18 હજાર 425 હેક્ટરમાં વાવેતર થયું છે. હારીજ તાલુકા વિસ્તારમાં 17 હજાર 60 હેક્ટરમાં અને સરસ્વતી પંથકમાં 16 હજાર 810 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં શંખેશ્વર તાલુકામાં 15 હજાર 615 હેક્ટરમાં અને સિદ્ધપુર તાલુકા વિસ્તારમાં 11 હજાર 900 હેક્ટરમાં વિવિધ શિયાળું પાકોનું વાવેતર થયું છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: