Friday, December 30, 2022

વલસાડ હાઈવે પરથી ત્રણ અલગ અલગ કારમાંથી દારૂની 292 બોટલ ઝડપાઈ, એક મહિલા સહિત 5 વ્યકિત ઝડપાયા | 292 bottles of liquor seized from three different cars from Valsad highway, 5 persons including one woman arrested

વલસાડ17 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વલસાફ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે વલસાડ હાઇવે ઉપર 3 અલગ અલગ વાહનોમાં દારૂનો જથ્થો લઈને સુરત તરફ જઈ રહ્યા હોવાની બાતમી રૂરલ પોલીસની ટીમને મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે 3 અલગ અલગ ટીમો બનાવી ત્રણેય વાહનોને હાઇવે ઉપર અલગ અલગ વિસ્તારમાં અટકાવી ચેક કરતા કારમાંથી કુલ 292 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા સહિત 5 ઇસમોને ઝડપી પાડયા હતા. વલસાડ રૂરલ પોલીસે 98 હજારની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

વલસાડ રૂરલ પોલીસની ટીમ 31 ડિસેમ્બરને લઈને પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જે દરમિયાન અલગ અલગ ટીમોને અલગ અલગ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફ જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે વલસાડ હાઇવે ઉપર અલગ અલગ સ્થળો ઉપર રૂરલ પોલીસની ટીમે બાતમી વાળી કારની વોચ ગોઠવી જતી. જે દરમિયાન બાતમીવાળી 3 અલગ અલગ કારને અટકાવી કારમાં ચેક કરતા કારમાંથી કુલ 292 બોટલ વિદેશી દારૂનો જથ્થા સાથે એક મહિલા સહિત કુલ 5 ઇસમોને રૂરલ પોલીસે ઝડપી પાડયા હતાં. વલસાડ રૂરલ પોલીસે 3 કારમાં 292 બોટલ દારૂનો જથ્થો અને 3 કાર મળી અંદાજે 9 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: