Sunday, December 4, 2022

કોબીજના પત્તા તોડવાનું ના કહેતા ચાકૂ મારનારને 3 વર્ષ કેદની સજા | Jailer sentenced to 3 years for refusing to cut cabbage leaves

ખેડાએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • આરોપીને 1 હજારનો દંડ ફટકારાયો
  • બે વર્ષ અગાઉ શાકભાજીના વેપારી પર હુમલો કર્યો હતો

ખેડા કોર્ટે ચાર વર્ષ અગાઉ થયેલ મારામારીના કેસમાં આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારી છે.વર્ષ-2018માં શાકભાજીની લારીએ વેપારી અને શાક લેનાર વચ્ચે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો. ખેડામાં રહેતા આકાશભાઈ તળપદા ખેડા ચોકમાં શાકભાજીનો ધંધો કરે છે.

આશરે બે વર્ષ અગાઉ તારીખ 2 ડિસેમ્બર 2018 ના રોજ તે ખેડા ચોકમાં શાકભાજીની લારી લઈને ઊભા હતા.સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં આરોપી સમીર વ્હોરા રહે.મહેલજ તા માતર તેની લારીએ શાકભાજી લેવા આવ્યા હતા.

જ્યા કોબીજના પત્તા તોડી વજન કાંટામાં નાખતા હોય ફરિયાદી આકાશે પત્તા તોડીને કોબીજનું વજન કરાય નહી અમે પત્તા સાથે જ લાવીએ છીએ તેમ કહેતા સમીર ઉશ્કેરાઇ જઈ આકાશને ગાળો બોલી પેન્ટના ખિસ્સામાંથી છરી કાઢી આકાશને ડાબી બાજુ કમરના ઉપરના ભાગે છરી મારી ઇજા કરી હતી.આ અંગે જે તે સમયે ખેડા પોલીસે સમીર વ્હોરા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

શનિવારના રોજ આ કેસ ખેડા કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ પી.આર.ત્રિવેદીએ કોર્ટ સમક્ષ 20 જેટલા પુરાવા રજૂ દલીલ કરી હતી. જે દલીલ જજ આર વી.જોટાણીયાએ માન્ય રાખી આરોપી કલમ 324 માં ત્રણ વર્ષની સાદી કેદની સજા અને રૂ 1 હજારનો દંડ ફટકાર્યો છે.

અન્ય સમાચારો પણ છે…