Sunday, December 4, 2022

વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્સ્ટ્રીઝ એસો.નું સુકાન ફરી યુનાઇટેડ પેનલના હાથમાં | The helm of Vitthal Udyognagar Industries Assoc again in the hands of United Panel

આણંદ23 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • શિક્ષિત ગણાતા ઉદ્યોગકારોએ છબરડા કરતા 21 મતો રદ બાતલ ઠર્યા
  • યુનાઇટેડ પેનલના 4 ઉમેદવાર અને સ્માર્ટ પેનલનો 1 ઉમેદવાર વિજેતા

આણંદ જિલ્લાના સૌથી મહત્વના ઔદ્યોગિક એકમો ધરાવતા એવા વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસો.ના ગવર્નિંગ બોડીના પાંચ સભ્યોની ચૂંટણી શનિવારે યોજાઈ ગઈ. મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડની આ ચુંટણીમાં યુનાઇટેડ પેનલે પુનઃ દબદબો રાખી ચાર સભ્યો વિજયી બન્યા હતા.જ્યારે સ્માર્ટ પેનલ ની હાર થઈ છે.જેમાં પેનલનો એક માત્ર સભ્ય વિજેતા બન્યો હતો.

વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનની કારોબારી સમિતિની વર્ષ 2023-2014 માટેના પાંચ કારોબારી સભ્યો નિવૃત્ત થતાં તેની પાંચ સભ્યોની ચુંટણી મુખ્ય ચૂંટણી અધિકારી જી.પી.શાહની અધ્યક્ષતામાં યોજાઈ. એશોની આ ચુંટણીમાં કુલ 716મતદારો માંથી 708મતદારોએ મતદાન કર્યુ હતું.

સ્થાનિક કક્ષાએ કરોડોનું ટર્નઓવર ધરાવતા ઔદ્યોગિક એકમના શિક્ષિત ઉદ્યોગકારો આપેલા 21 મતો પણ મતદાનની જાગૃકતાના અભાવે રદ બાતલ થતા આશ્ચર્ય સર્જાયો હતો. જ્યારે 8 મતદારોએ મતદાન કરેલ નહિ. આમ કુલ 687નું મતદાન થતા. બે પેનલના દશ ઉમેદવારો વચ્ચે કુલ મતદાન99.01ટકા મતદાન થયું હતું. જેમાં યુનાઇટેડ પેનલ વિજેતા જાહેર થઈ છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: