પોરબંદરએક કલાક પહેલા
- કૉપી લિંક

જિલ્લામા ચોરી સબંધીત ગુન્હાઓ શોધી કાઢવા માટે જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડૉ.રવિ મોહન સૈનીની સુચના મુજબ કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ એ.ડી.સાાળુકેના માર્ગદર્ગન હેઠળ ચોરીના ગુનામાં ગયેલા મુદ્દામાલ શોધી કાઢવા માટે સુચના આપવામાં આવેલી હતી. આ અંગે કમલાબાગ પોલીસ સ્ટેશન સર્વલન્સ સ્કવોડના પીએસઆઈ કે.એન.ઠાકરીયા તથા કમલાબાગ પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા.
તે દરમિયાન વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ પોરબંદર દ્વારા શહેરમાં લગાડવામાં આવેલા કેમેરાની મદદથી આરોપીઓના ફુટેજ મળી આવેલા હતા. જે આધારે આરોપીઓની તપાસ તજવીજ ચાલુ હતી તે દરમિયાન પોલીસ હેડ કોન્સ.બી.કે.ગોહીલ તથા પોલીસ કોન્સ.વિજય જોષીને સંયુકત બાતમી રાહે હકીકત મળેલી કે, પોરબંદર નગર પાલિકાના પાર્ટી પ્લોટમાં ચોપાટી ટી-પોઈન્ટ નજીક બે રૂમોની પાછળ આવેલા બોરડીની ઝાડીઓમાં બે મહિલા તથા એક પુરૂષ ઈમસ ચોરી કરેલી બોટના પંખાની હેરફેર કરી તેનો નિકાલ કરવાની તજવીજ કરી રહ્યા છે. હકિકત મળતા સદર જગ્યાએ ઝડતી કરતા બે મહિલાઓ તથા એક પુરુષ ઈમસ એક પીતળના બોટના પંખા સાથે મળી આવ્યાં હતા. આ ત્રણેય પાસે બોટના પીતળના પંખા બાબતે પુછપરછ કરતા પંખો પેરેડાઈઝ સીનેમા પાસેના વિસ્તારમાંથી ચોરી કરેલાની કબુલાત આપી હતી.

કબુલાત આપેલ મુદામાલની વિગત
બોટનો પીતળનો પંખો ૧ કીમત રૂપિયા ૩૦,૦૦૦
પકડાયેલ આરોપીઓ
(૧) સવિતા વા/ઓફ કીરણ મલખાન બાવરી ઉ.વ.૨૧
(૨) રેશ્મા વા/ઓફ પ્રિતમ મોહન પરમાર ઉ.વ.૨૫
(૩) દિપસીંગ બિરસીંગ વઢીયાર ઉ.વ.૧૯
રહે.ત્રણેય ચોપાટી પાસે આવેલા જુરીઓમાં પોરબંદર
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
કમલાબાગ પીઆઈ એ.ડી.સાળુકે તથા સર્વેલન્સ સ્કોડના પીએસઆઈ કે.એન.ઠાકરીયા તથા એએસઆઇ આર.પી.જાદવ તથા હેડ કોન્સટેબલ બી.કે.ગોહીલ તથા પોલીસ કોન્સટેબલ વિજય જોષી, ભીમશી પરબત તથા વિરેન્દ્રસિંહ પરમાર તથા અક્ષયકુમાર જગતસિંહ તથા દેવેન્દ્રસિંહ રણજીતસિંહ, અરવિંદ કરશન વિગેરે સ્ટાફ કામગીરીમાં જોડાયેલા હતા.