સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, ઇન્દિરા બ્રીજ સર્કલથી ડફનાળા તરફ ગાંધીનગર પાસિંગનો એક લોડિંગ ટેમ્પો જઇ રહ્યો છે. જેમાં રમની બોટલો છે. બાતમીના આધારે એસએમસીની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને વોચમાં હતી ત્યારે એક ગાંધીનગર પાસીગનો ટેમ્પો પસાર થયો હતો. એમએમસીએ ટેમ્પા ચાલકને રોકીને પૂછપરછ કરી હતી. જેમાં તેણે કબૂલાત કરી હતી કે, તે ડ્રમમાં કેમિકલ છે.
સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમને પાક્કી બાતમી હતી કે, કેમિકલની આડમાં દારૂનો જથ્થો જઇ રહ્યો છે. એસએમસીની ટીમે ટેમ્પામાં જોયું તો કેટલાક બોક્સ હતા જેની અંદર ડ્રમ મુક્યા હતા. સીલ પેક ડ્રમ ખોલતાની સાથે પોલીસ ચોંકી ઉઠી હતી કારણે તેમાં કેમિકલ નહી પરંતુ રમની બોટલો હતો.
આ પણ વાંચો: ગોંડલ: કાર અને ટ્રક ધડાકાભેર અથડાતા, યુવક-યુવતીનાં કરૂણ મોત
એસએમસીની ટીમે ટેમ્પો ચાલક જીતેન્દ્ર કાનજી મકવાણાની ધરપકડ કરીને પૂછપરછ શરુ કરી હતી. પૂછપરછ દરમિયાન કાનજી મકવાણાએ જણાવ્યુ હતું કે, દેવેન્દ્ર પાલ અને ડુંગરસિંગના કહેવાથી બોક્સ શાહીબાગમાં ડિલીવરી કરવા માટે જતો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં જીતેન્દ્ર કાનજી મકવાણા, ડુંગરસિંગ, હસમુખ, ગૌરવ ચૌધરી અને દેવેન્દ્ર પાલ સહિત પાંચ લોકો વિરૂદ્ધ ફરિયાદ કરી છે.
આ પણ વાંચો: ખેતરના બિનઉપયોગી શેઢા પર કર્યું સરગવાનું વાવેતર
એસએમસીએ કુલ 480 રમની બોટલ અને 10 ડ્રમ સહિત 3.73 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરીયાએ જણાવ્યુ છે કે, બુટલેગરોએ પોતાની મોડસ ઓપરેન્ડી બદલી નાખી છે અને તે ડ્રમમાં દારૂની બોટલો મોકલી રહ્યા છે. બુટલેગરોએ નવા નક્કોર ડ્રમ ખરીદીને રાખ્યા છે જેમાં તે દારૂની બોટલોને બોક્સથી અલગ કરીને ડ્રમમાં ભરી દે છે. ડ્રમમાં બોટલ ભરી દીધા બાદ તેનુ ઢાંકળ સીલ પેક મારી દે છે. ડ્રમમાં દારૂની બોટલો મુકી દીધા બાદ તેને બોક્સમાં મુકી દે છે અને બાદમાં ધોળા દિવસે ડીલીવરી કરવા માટે જાય છે.
જ્યારે ટ્રાફિક પોલીસ તેમને રોકે ત્યારે બોક્સમાં કેમિકલ હોવાનું કહીને છટકી જાય છે. અમદાવાદમાં ચાંદખેડામાં સ્ટેટ મોનીટરીંગ સેલે આ ડ્રમમાં દારૂનો પર્દાફાશ કર્યો હતો જ્યારે હવે શાહીબાગમાં પણ આજ મોડસઓપરેન્ડી સામે આવી છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Alcohol ban, અમદાવાદ, ગુજરાત