બનાસકાંઠા (પાલનપુર)23 મિનિટ પહેલા
- કૉપી લિંક

ચેખલા ગામેથી ખાનગી કંપનીના મોબાઈલ ટાવરમાંથી 24 જેટલી બેટરીની ચોરીનો ભેદ શિહોરી પોલીસે ઉકેલ્યો છે. આ ગુનામાં પોલીસે ત્રણ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. ચોરી થયેલી 24 બેટરીઓ પૈકી 21 બેટરી કે જેની કિંમત 52 હજાર 500ની કબ્જે કરી આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
60 હજારની બેટરીઓ ઇસમો લઇ ગયા હતા
બનાસકાંઠા શિહોરી પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનોં અનડીટેક્ટ દાખલ થયો હતો. જેમાં ચેખલા ગામે આવેલા ખાનગી કંપનીના મોબાઈલ ટાવરમાંથી બેટરીઓ 24 જેટલી જે એક બેટરીની કિંમત 2 હજાર 500 લેખે કુલ 24 બેટરી કિંમત 60 હજારની ચોરી કરી કોઈ ઈસમો લઈ જઈ ગુનો કર્યો હતો. જે અંગે ફરિયાદ દાખલ થઇ હતી.
જેના આધારે શિહોરી પોલીસે અલગ-અલગ ટીમ બનાવી તપાસ કરતા ( 1 ) પ્રવિણજી રતુંજી ઠાકોર( દુધૈયા ) રહે.ચેખલા, કાંકરેજ ( 2 ) યાદુજી કંચનજી ઠાકોર ( ઘેચા ) રહે.ચેખલા તા.કાંકરેજ ( 3 ) મનુંજી વાઘાજી ઠાકોર ( ચાવડા ) રહે.કાકર ખેતરવાંસ, કાંકરેજવાળાઓના કબજા ભોગવટામાંથી ગુનામાં ગયેલી બેટરીઓ 21 જેની કિંમત 52 હજાર 500ની મળી આવી હતી. જે બાદ આરોપીઓની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કરી આગળ કાયદેસરની તપાસ હાથ ધરી છે.