Friday, December 16, 2022

30 ટકા જેટલી રકમ કાપીને લોન અપાય પછી અઠવાડિયામાં જ ઉઘરાણી, સાયબર ક્રાઈમે 400 એપને બંધ કરાવી | 400 apps shut down by Ughrani, cybercrime within a week after 30 percent cut of loan

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

કોઈ વ્યક્તિ ઓનલાઈન એપલીકેશન મારફતે લોન લેવાનો પ્રયાસ કરે તો પહેલા તો ત્રણ કે ચાર સ્ટેપમાં લોન મળી જશે તેવી વાત કર્યા બાદ તે વ્યક્તિના એકાઉન્ટમાં 25 થી 30 ટકા રકમ કાપીને રૂપિયા જમા કરાવવામાં આવે છે ત્યારબાદ તેની પાસેથી સાત જ દિવસમાં ઉઘરાણી કરવામાં આવે છે જો તે વ્યક્તિ રૂપિયાના ચૂકવી શકે તો તેના વ્યક્તિગત ફોટા અને બીભજ લખાણ તેના પરિવારને મોકલવામાં આવે તેવી ધમકીઓ પણ આપવામાં આવે છે આ રીતે ચાલતા નેટવર્ક પર અમદાવાદ સાયબર ક્રાઇમ એ શકન જોકસીને લોન ઓનલાઇન ગેમ અને ઇન્વેસ્ટમેન્ટ ના નામે ચીટીંગ કરતી બોગસ એપ્લિકેશન સામે ગુનો નોંધીને કડક કાર્યવાહી કરી છે. હાલ આ તમામ બોગસ એપ્લિકેશન અમદાવાદ સાઇબર ક્રાઇમ એ બંધ કરાવી દીધી છે.

સામાન્ય રીતે હાલ લોકોને ઝડપથી રૂપિયા મેળવવા માટે અલગ અલગ ઈન્ટરનેટના માધ્યમથી એપ્લિકેશન હોય કે લિંક લોન લેવા કે ઓવરડ્રાફ્ટ લેવા માટે પ્રયાસ કરતા હોય છે જે માટે લોભામણી લાલચુ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હોય છે જેમાં કોઈને લોન જોતી હોય તો અમુક બટન દબાવો અને લોન મળી જશે તેવી લાલચ આપવામાં આવે છે પરંતુ તેની પાછળ આખો કારોબાર મોટો છે જેમાં લોકોને રીતસર છેતરવામાં આવે છે લોનના સમય મર્યાદા પહેલા જ તેમને રૂપિયા માંગવામાં આવે છે અને કમિશન પેટે પહેલાથી જ રૂપિયા કાપી લેવામાં આવે છે જ્યારે તે વ્યક્તિ પાસે લોનની ઉઘરાણી કરવામાં આવ્યા અને તે રૂપિયા ના ચૂકવે તો તેની સામે ધમકી આપવામાં આવે છે અને તેના વ્યક્તિગત ફોટો ઓન ઇન્ટરનેટ પર મૂકી દેવા માટેની ધમકાવવામાં આવે છે આ બધાની સાથે અનેક લોકો આમાં ભોગ બને છે પરંતુ તેઓ શરમના માર્યા ફરિયાદ કરતા નથી.

બીજી અન્ય એક મોર્ડસ એપ્રેન્ટીમાં એવું સામે આવ્યું છે કે લોકો ઓનલાઈન ગેમ રમે છે જે ગેમમાં અમુક સ્ટેજ પાર કર્યા પછી તેમને અમુક રકમ તેમના ખાતામાં મળશે તેવું જણાવવામાં આવે છે અથવા પહેલા એડવાન્સ રૂપિયા જમા કરાવવાની વાત કરવામાં આવે છે એક વખત કોઈ વ્યક્તિ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લે ત્યારે એના ફોન નો મોટાભાગનો ડેટા સામેવાળાના સરોવરમાં સેવ થઈ જાય છે અને ત્યારબાદ તેના પર્સનલ ડેટાથી લઈને તમામ કોલ લોગ કે ઇન્ટરનેટ પેમેન્ટ માધ્યમ તમામ સ્કેન થઈ જાય છે એટલે તેમના પણ રૂપિયા જવાના અનેક બનાવો સામે આવ્યા છે.

હાલમાં ઊંચા વ્યાજની લાલચ હોય કે ટૂંક સમયમાં રૂપિયા ડબલ કરી દેવા કે પછી ક્રિપ્ટો કરન્સી જેવી લાલચો આપીને લોકોને ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે આ સમગ્ર બાબતે અનેક લોકો પોતાના મરણમૂડી પણ ગુમાવી ચૂક્યા છે ત્યારે આ બધાની અનેક અરજીઓ પોલીસ સમક્ષ આવી હતી ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા એક ખાસ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો જેમાં ફેકડો એપ્લિકેશન એવી સામે આવી જે એક સરખી રીતે લોકોને લૂંટવાનો પ્રયાસ કરતી હતી અને જેમાં ઘણી એપ્લિકેશન એવી હતી જે એપ્લિકેશનના સરોવર વિદેશની ધરતી પર હતા.

અમદાવાદ સાઇબર ક્રાઇમ એ આ રેકેટને બંધ કર્યું છે અને આવી એપ્લિકેશન શોધીને તેને બંધ કરાવી દીધી હોવાની વિગતો સામે આવી છે અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી અજીત રાજીયાણ જણાવ્યું હતું કે હાલ અમે તમામ એપ્લિકેશનનો બંધ કરાવી દીધી છે અને લોકોને પણ ઇઝી મની થી દૂર રહેવા માટે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: