Friday, December 16, 2022

પારડીના કલસરમાં હરતું ફરતાં પશુ દવાખાનાએ ગર્ભવતી ગાય અને તેના વાછરડાનો જીવ બચાવ્યો | A green roaming animal hospital in Kalsar, Pardi, saved the lives of a pregnant cow and her calf

વલસાડ18 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પારડીના તાલુકાના કલસર ગામે ગર્ભવતી ગાયને વિયાણ સમયે તકલીફ પડી રહી હોવાની જાણ હરતું ફરતું પશુ દવાખાનાને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સફળ ડિલિવરી કરાવી ગાય અને તેના વાછરડાનો બચાવ કર્યો હતો.

એક વ્યક્તિએ કોલ કરી મદદ માંગી હતી
પારડી તાલુકાના કોલક લોકેશનના 10 ગામ દીઠ ફરતું પશુ દવાખાના એમ્બ્યુલન્સને સાંજે 5:00 વાગ્યે કલસર ગામથી એક વ્યક્તિ હર્ષભાઈએ ગાય માટે EMRI ગ્રીન હેલ્થ સર્વિસની 1962ને કોલ કરી મદદ માંગી હતી.
વાછરડાનું મુખ અને પગ બહાર આવી ગયો હતો
ઇમરજન્સી કોલ મળતા તરત જ ફરતું પશુ દવાખાના એમ્બ્યુલન્સના ડૉ.ધવલ પટેલ અને પાયલોટ કમ ડ્રેસર રાહુલભાઈ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ માલુમ પડ્યું કે, ગાય એક ફસાયેલા વાછરડાને લઇને ફરતી હતી અને ફસાયેલુ વાછરડાને જન્મ આપવા માટે જોર કરી રહી હતી. ત્યારબાદ ડૉ. ધવલ પટેલે તપાસ કરતા ગાય ડિસ્તોકિયાની તકલીફથી પીડાતી હોવાનું જણાયું હતું. જેમાં વાછરડાનું મુખ અને એક પગ બહાર આવી ગયો હતો, પરંતુ બીજો પગ અંદરની બાજુએ વળી ગયો હતો. જેના કારણે વિયાણમાં તકલીફ પડતા ગાયના જીવ સામે જોખમની સ્થિતિ સર્જાઈ હતી.
ગાય અને વાછરડી બંનેની તબિયત સ્વસ્થ
ત્યારબાદ ડૉક્ટર દ્વારા સ્થાનિકો તથા ગૌ રક્ષકોની મદદ લઈ ઘટનાસ્થળે ગાયની સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી. હાલ ગાય અને વાછરડી બંનેની તબિયત સ્વસ્થ છે. ગાયને ફ્લુડ થેરાપી (દવાની બોટલ ચઢાવી) આપી હતી. આ કાર્યમાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસની 1962ની સેવા સાચા અર્થમાં ગર્ભવતી ગાય માટે વરદાનરૂપ નિવડી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: