Header Ads

વાપીના ચીભડકચ્છ ગામના સરપંચ લાંચ લેતા ઝડપાયા બાદ કોર્ટમાં રજૂ કરાતા 31 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર | Sarpanch of Chibhadkach village of Vapi, who was produced in court after being caught taking bribe, was granted remand till December 31.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Sarpanch Of Chibhadkach Village Of Vapi, Who Was Produced In Court After Being Caught Taking Bribe, Was Granted Remand Till December 31.

વલસાડ24 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ચિભડકચ્છ ગામના સરપંચે ગામમાંથી કોન્ટ્રાક્ટરની કપચી, અને અન્ય બિલ્ડીંગ મટીરીયલ લઈને પસાર થતી કોન્ટ્રાક્ટરની ગાડીને અટકાવી કોન્ટ્રાક્ટર પાસેથી ગામના રસ્તા ઉપરથી ખાલી તથા ભરેલી ટ્રક પસાર કરવાના બદલામાં રૂ. 15 હજારની માંગણી કરી હતી. કોન્ટ્રાક્ટરે ACBની ટીમની મદદ લઈને સરપંચ વિરુદ્ધ ACBમાં ફરિયાદ કરી હતી. ACBની ટીમે લાંચનું છટકું ગોઠવી રૂ.10 હજારની લાંચ સ્વીકારતા ACBની ટીમે ઝડપી પાડ્યો હતો. વલસાડ ACBની ટીમે સરપંચને વાપીની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને ACBની સ્પેશ્યલ કોર્ટના જજ કે જે મોદીએ આરોપીના 31 ડિસેમ્બર સુધીમાં રિમાન્ડ મંજુર કર્યા હતા.

વલસાડ જિલ્લામાં બિલ્ડીંગ મટીરીયલ સપ્લાયનુ કામ કરતા કોન્ટ્રાક્ટરની ટ્રકમાં રેતી કપચી, માટી વિગેરે ઓર્ડર મુજબનુ ભરી કન્સ્ટ્રકશન સ્થળે પહોંચાડવા સારૂ વાપી તાલુકાના ચીભડકચ્છ ગામમાંથી પસાર થવા ગામના રોડ ઉપરથી જવાનુ થતુ હોય છે. જેને લઈને ગામના સરપંચ કલ્પેશ પરભુભાઈ પટેલે ચીભડકચ્છ ગામમાંથી ખાલી તથા ભરેલી ટ્રકો પસાર કરવાના બદલામાં કોન્ટ્રાકટર પાસેથી સરપંચે રૂ.15 હજારની લાંચની માંગણી કરી હતી. કોન્ટ્રાક્ટર સાથે રકઝકના અંતે રૂા.10 હજાર આપવાનું નક્કી થયું હતું. બિલ્ડીંગ મટીરીયલ કોન્ટ્રાક્ટર લાંચની રકમ આપવા માંગતા ન હતો. જેથી બિલ્ડીંગ કોન્ટ્રાક્ટરે ઓનલાઇન ACBની હેલ્પલાઇન નંબર ઉપર ACBની ટીમનો સંપર્ક કરીને ચીભડકચ્છના સરપંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે આજરોજ વલસાડ ACBની ટીમે લાંચના છટકાનું આયોજન કરવડ ગામ, વાપી મોટાપોંઢા રોડ, તંબાડી ફાટક પાસે આવેલ રમેશભાઇ રમણભાઇ હળપતિની રાજેશ વડાપાંઉ સેન્ટરની દુકાન ની અંદર છટકું ગોઠવ્યું હતું. જેમાં ચીભડ કચ્છ ગામના સરપંચે ACBના છટકામાં રૂા.10 હજારની લાંચની માંગણી કરી સ્વીકારી સ્થળ ઉપરથી ACBની ટીમે ઝડપી પાડયા હતા.

વલસાડ ACBની ટીમે લાંચ કેસમાં આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. તે કેસમાં વાપીની ACBની સ્પેશ્યલ કોર્ટમાં ચીભડકચ્છના લાંચિયા સરપંચને રજૂ કરીને 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. તે કસેમાં DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની ACBની સ્પેશ્યલ કોર્ટના જજ કે જે મોદીએ લાંચિયા સરપંચ કલ્પેશ પરભુભાઈ પટેલના 31 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Powered by Blogger.